AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palanpur : આર્યન મોદી હત્યા કેસમાં સાત ઈસમ વિરુદ્ધ ફરિયાદ, ક્રાઈમ બ્રાન્ચે એકની કરી ધરપકડ

બહુચર્ચિત પાલનપુર હત્યા કેસમા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. હાલ આદર્શ સંકુલની કોલેજના સીસીટીવી અને ડીવીઆર પણ કબજે કરવામાં આવ્યા છે.

Palanpur : આર્યન મોદી હત્યા કેસમાં સાત ઈસમ વિરુદ્ધ ફરિયાદ, ક્રાઈમ બ્રાન્ચે એકની કરી ધરપકડ
Aryan modi murder case
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 11:35 AM
Share

બનાસકાંઠામાં પાલનપુર આર્યન મોદીની હત્યા થતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. હાલ આદર્શ સંકુલની કોલેજના સીસીટીવી અને ડીવીઆર પણ કબજે કરવામાં આવ્યા છે.મહત્વનુ છે કે હત્યા મામલે ગઈકાલે પોલીસે 8 જેટલા લોકોના નિવેદન લીધા હતા. તો સાત અજાણ્યા ઇસમ સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મૃતક વિદ્યાર્થી આર્યન મોદીના કપડાં અને બુટ FSLમાં મોકલાયા છે.

 આર્યન મોદીના કપડા અને બુટ FSLમાં મોકલાયા

આપને જણાવી દઈએ કે, હત્યા કેસને લઈને પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI જે.પી. ગોસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે વીડિયો રેકોર્ડિંગ સાથે પંચનામું શરૂ કર્યું છે.

આદર્શ હાઇસ્કૂલ કેમ્પસથી ઘટનાસ્થળ સુધીનું પોલીસ પંચનામું કરશે. આર્યન મોદીની હત્યાને લઈને પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજ અને કોલ ડીટેઇલના આધારે LCB, SOG સહિતની ટીમો તપાસમાં લાગી છે.

અપહરણમાં વપરાયેલ કારને ઝડપી પાડી

મળતી માહિતી મુજબ હાલ પોલીસે વિદ્યાર્થીનું અપહરણ કરાયેલ કારને ઝડપી પાડી છે.પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કેટલાક શકમંદોની પુછપરછ પણ કરી રહી છે.  વહેલી તકે આરોપીઓને ઝડપી લેવા હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

g clip-path="url(#clip0_868_265)">