Gujarati Video : આર્યન મોદી હત્યા કેસમાં પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI સસ્પેન્ડ, તાલુકા પોલીસે વીડિયો રેકોર્ડિંગ સાથે પંચનામું શરૂ કર્યું

Gujarati Video : આર્યન મોદી હત્યા કેસમાં પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI સસ્પેન્ડ, તાલુકા પોલીસે વીડિયો રેકોર્ડિંગ સાથે પંચનામું શરૂ કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 5:31 PM

Banaskantha News : શહેરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી આર્યન મોદીને ગઈકાલે ફોન કરીને બોલાવ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરીને ઢોર માર માર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વિદ્યાર્થી આર્યન મોદી હત્યા કેસમાં પાલનપુર પૂર્વ પોલીસ મથકના PI જે.પી. ગોસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે વીડિયો રેકોર્ડિંગ સાથે પંચનામું શરૂ કર્યું છે. આદર્શ હાઇસ્કૂલ કેમ્પસથી ઘટનાસ્થળ સુધીનું પોલીસ પંચનામું કરશે. આર્યન મોદીની હત્યાને લઈને પોલીસે 7 અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને કોલ ડીટેઇલના આધારે LCB, SOG સહિતની ટીમો તપાસમાં લાગી છે.

પ્રેમ પ્રકરણમાં વિદ્યાર્થીની હત્યા થઈ હોવાની આશંકા

આપને જણાવી દઈએ કે, શહેરની આદર્શ કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થી આર્યન મોદીને ગઈકાલે ફોન કરીને બોલાવ્યા બાદ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. જે બાદ તેને કોલેજમાં પરત મોકલવામાં આવ્યો હતો, જો કે આ દરમિયાન આર્યન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. આથી તેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ. આ દરમિયાન વિદ્યાર્થીના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ભેગા થઈ ગયા હતા.

મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ કરી

આ તરફ મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, આર્યનને કોઈએ ફોન કરીને બોલાવ્યો હતો તે બાદ તેનું અપહરણ કરાયું હતું અને 15 થી 20 જેટલા લોકોએ તેને માર મારી તેને નિર્વસ્ત્ર કરીને વીડિયો ઉતારીને તેને કોઈ ઝેરી પીણું પીવડાવ્યુ હતુ. આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની શંકા સેવાઈ રહી છે. તો પરિવારજનોએ પોલીસ પાસે ઝડપી ન્યાયની માગ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">