બનાસકાંઠા : ગ્રામપંચાયતમાં ગેરહાજર રહેતા તલાટી મામલે કડક વલણ, ફરજિયાત નોટીસ બોર્ડ પર હાજરીની વિગત દર્શાવી પડશે

બનાસકાંઠા : ગ્રામપંચાયતમાં ગેરહાજર રહેતા તલાટી મામલે કડક વલણ,  ફરજિયાત નોટીસ બોર્ડ પર હાજરીની વિગત દર્શાવી પડશે
Banaskantha: Absent Talatis in Gram Panchayat will have to show details of attendance on mandatory notice board

આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે. જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક જાણ કરી શકાશે.

Kuldeep Parmar

| Edited By: Utpal Patel

Mar 05, 2022 | 1:02 PM

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની (Talati) સેજામાં ગેરહાજરી (Absence)બાબતે અનેક ફરિયાદો જીલ્લા વિકાસ અધિકારીને (District Development Officer) મળતી હતી. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી તલાટીઓને સૂચના આપવામાં આવી છે. પોતાની ફરજની ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ (Notice board)ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવું રહેશે.

જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે ગ્રામપંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટીના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે. જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક જાણ કરી શકાશે. તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને મળેલી ફરિયાદોની વિગત દર માસની ૫ મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે.

ગ્રામપંચાયતમાં ગેરહાજર રહેતા તલાટીએ ફરજિયાત નોટીસ બોર્ડ પર હાજરીની વિગત દર્શાવી પડશે

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તલાટી ગામના લોકોને મળતા જ નથી. મોટાભાગની પંચાયત ઉપર ખંભાતી તાળા લગાડેલા હોય છે. ખેતરમાં રહેતા નાગરિકો પોતાના પંચાયતના કામ માટે ગ્રામ ગ્રામપંચાયત સ્તરે આવે છે. પરંતુ તલાટી હાજર ન રહેતા કામ કરાવ્યા વિના જ પરત ફરવું પડે છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી મોટી સમસ્યા બનાસકાંઠા જિલ્લો વેઠી રહ્યો હતો. જે બાબતને ગંભીરતાથી લઇ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તલાટી સામે એક્શન મોડમાં છે. તમામ તલાટી હવે પોતાના ફરજ પર નિયમિત સમય હાજર રહે અને તેની વિગત જિલ્લા સ્તર સુધી પહોંચે તે માટે નોટિસ બોર્ડ પર તમામ બાબતો વિગત રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. જોવાનું એ રહેશે કે જિલ્લા વિકાસ અધિકારીના કડક વલણ બાદ ફરજ પર ગુલ્લી મારતા તલાટીઓ ગ્રામપંચાયતમાં હાજર મળે છે કે કેમ ?

આ પણ વાંચો : સુરત : પાંડેસરા માતા-પુત્રી પર રેપ અને હત્યા કેસ મામલો, સજાની સુનાવણી આગામી 7મી માર્ચના રોજ થશે

આ પણ વાંચો : Surat : શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે બંધ કરાયેલા રૂટોને પગલે શહેરીજનોને ભારે હાલાકી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati