Banaskantha: અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે સાધ્યુ ધારાસભ્ય ગેનીબેન પર નિશાન, કહ્યું ”રાજકીય લોકો ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ ન કરે”
થોડા દિવસ અગાઉ રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના યુવાનોને સાથે રાખી બુટલેગરને ત્યાં જનતા રેડ કરી હતી. જનતા રેડ બાદ પોલીસે બુટલેગર અને ઠાકોર સમાજના બે યુવાન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેને લઈ અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી.
ભાજપ (BJP) નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) આજે બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સમયે તેમણે કોતરવાડા પાસે થયેલી જનતા રેડના મુદ્દે આડકતરી રીતે કોંગ્રેસ (Congress) ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે રાજકીય લોકો ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ ન કરે. સાથે જ કહ્યુ હતુ કે “વિનુ સિંધી હોય કે કોઈપણ અન્ય બુટલેગર ગુજરાતમાં દારૂ ઘુસાડી શકશે નહીં ”
પાલનપુરમાં અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. જ્યાં તેમણે નામ લીધા વગર કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યા. હુંકાર કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, પોતાની મહત્વકાંક્ષા સંતોષવા અને રાજકીય લાભ ખાટવા અન્ય નેતાઓ ઠાકોર સમાજના યુવાનોને હાથો ન બનાવે. તેમણે કહ્યું કે વિનુ સિંધી હોય કે કોઈપણ અન્ય બુટલેગર ગુજરાતમાં દારૂ ઘુસાડી શકશે નહીં. દારૂબંધી માટે ઠાકોર સેનાની સામાજીક મુહિમ ચાલુ રહેશે.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના યુવાનોને સાથે રાખી બુટલેગરને ત્યાં જનતા રેડ કરી હતી. જનતા રેડ બાદ પોલીસે બુટલેગર અને ઠાકોર સમાજના બે યુવાન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેને લઈ અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી. રાજકીય લોકો ભરમાઈને સમાજના યુવાનોને જનતા રેડમાં લઈ ગયા હોવાના આક્ષેપ સાથે અલ્પેશ ઠાકોરે પોલીસને નિષ્પક્ષ તપાસ માટે રજૂઆત કરી. પોલીસે પણ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી. સાથે જ દારૂબંધી માટે ઠાકોર સેનાની સામાજીક મુહિમ ચાલુ રાખવાનો પણ હુંકાર કર્યો હતો.
આ પણ વાંચો- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત