Banaskantha: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસ એક્શનમાં, પ્રોહીબિશનના 184 ગુના દાખલ કર્યા
ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતા બેફામ દારુના અડ્ડાઓ ચાલી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ બેફામ ચાલતા દારુના અડ્ડાના પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી દારુનો નાશ કર્યો હતો. જે બાદ બનાસકાંઠાની જિલ્લા પોલીસ સફાળી જાગી છે.
બનાસકાંઠા (Banaskantha)માં દારૂના અડ્ડા (liquor dens)પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન (MLA Geniben Thakor) ની જનતા રેડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી. રવિવારે વહેલી સવારથી પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા અને જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુના દાખલ કર્યા હતા.
ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતા બેફામ દારુના અડ્ડાઓ ચાલી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ બેફામ ચાલતા દારુના અડ્ડાના પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી દારુનો નાશ કર્યો હતો. જે બાદ બનાસકાંઠાની જિલ્લા પોલીસ સફાળી જાગી છે. રવિવારે વહેલી સવારથી જિલ્લા પોલીસે 184 પ્રોહીબિશન એકટ મુજબ ગુના દાખલ કર્યા. જેમાં 175 દેશી દારૂના કેસ જ્યારે 9 વિદેશી દારૂના કેસ દાખલ કરાયા છે. જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં આ અંગેના ગુના નોંધાયા છે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ મોડી રાત્રે ગેનીબેન ઠાકોરે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી અને દારૂનો નાશ કર્યો હતો. આ ઘટના બાદ બનાસકાંઠા પોલીસ પર સવાલ ઉઠ્યા હતા. જનતા રેડ મુદ્દે બુટલેગર રેડમાં સામેલ કેટલાક લોકો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો અને ગેનીબેન સહિતના ધારાસભ્યો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપી હતી. હવે જનતા રેડ બાદ પોલીસે પણ દારૂના અડ્ડા પર રેડ કરી છે. પોલીસની રેડમાં આગામી સમયમાં વધુ દારૂ ઝડપાવાની શક્યતા છે.
આ પણ વાંચો-
Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન
આ પણ વાંચો-