Tender Today : લેગેસી વેસ્ટ, પ્રોટેક્શન વોલની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ
Tender News : સરકાર માન્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો 17 એપ્રિલ 2023 દરમિયાન સાંજે 6 કલાક સુધીમાં ઓનલાઇન ટેન્ડર વેબસાઇટ www.nprocure.com પરથી બીડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ તથા સબમીશન કરી શકશે.

અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકા દ્વારા સરકારની સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ 15 ટકા વિવેકાધિન વર્ષ 2022-23ની ગ્રાન્ટ હેઠળ ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. જુદા જુદા કામ માટે ટેન્ડર માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. લેગેસી વેસ્ટની કામગીરી માટે 27,30,000 રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે. તેની બાનાની રકમ 27,300 રુપિયા છે. તો આ કામ માટે ટેન્ડરની ફી 1500 રુપિયા છે.
આ પણ વાંચો- Rajkot: જેતપુરમાં અઢી વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ થયુ છે કે નહીં જાણવા કરાયો ફોરેન્સિક રિપોર્ટ, જુઓ Video

બાયડ નગરપાલિકા ત્રણ વિસ્તારમાં પ્રોટેક્શન વોલના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેની અંદાજીત કિંમત 16,42,962 રુપિયા છે. તેની બાનાની રકમ 16 હજાર રુપિયા છે. તો ટેન્ડર ફી 900 રુપિયા છે. બાયડ નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટી યોજના અંતર્ગત મુખ્ય ગટર લાઇન સાથે જોડાણ કરવાના કામ માટે અંદાજીત 3,42,600 રુપિયાનું ટેન્ડર જાહેર કરાયુ છે. જેની બાનાની રકમ 3400 રુપિયા છે. તેની ટેન્ડર ફી રુપિયા 600 છે.
સરકાર માન્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો 17 એપ્રિલ 2023 દરમિયાન સાંજે 6 કલાક સુધીમાં ઓનલાઇન ટેન્ડર વેબસાઇટ www.nprocure.com પરથી બીડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ તથા સબમીશન કરી શકશે. ઓનલાઇન ટેન્ડર માટે ટેન્ડર ફી ડીડી તથા બાનાની રકમની FDR, સોલવંશી વગેરે જરુરી ડોક્યુમેન્ટ સીલબંધ કવરમાં રજીસ્ટર ટપાલથી 20 એપ્રિલ 2023 સુધીમાં બાયડ નગરપાલિકાના સરનામે મોકલી આપવાના રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…