સ્વ. બાલકૃષ્ણ દોશી અને હેમંત ચૌહાણ સહિત 8 ગુજરાતીઓને પદ્મ એવોર્ડની જાહેરાત
74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 106 વ્યક્તિઓ માટે આ પહ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ લિસ્ટમાં 7 ગુજરાતીઓ પણ સામેલ છે.
74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 106 વ્યક્તિઓ માટે આ પહ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ લિસ્ટમાં 8 ગુજરાતીઓ પણ સામેલ છે. જણાવી દઈએ કે હાલમાં જ પ્રખ્યાત આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીનું નિધન થયું હતું તેમને મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે ભજનકાર હેમંત ચૌહાણ સહિત અન્ય 7 લોકોને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે જેમાં 3 જોડીને, નીચેની સૂચિ મુજબ એવોર્ડ એક તરીકે ગણવામાં આવે છે. યાદીમાં 6 પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારો. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે અને યાદી પણ છે
106 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત
આ 7 ગુજરાતીઓને મળશે પદ્મ એવોર્ડ
પદ્મ વિભૂષણ
1. બાલકૃષ્ણ દોશી- આર્કિટેક્ચર
પદ્મશ્રી
2. હેમંત ચૌહાણ-આર્ટ
3. ભાનુભાઈ ચિતારા- આર્ટ
4. મહિપત કવિ- આર્ટ
5. અરિઝ ખંભાતા- ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ
6. હિરાબાઈ લોબી- સોશિયલ વર્ક
7. પ્રો. (ડો.)મહેન્દ્ર પાલ- સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ
8. પરેશભાઈ રાઠવા – આર્ટ
આર્કિટેક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ, આર્ટ ક્ષેત્રે યોગદાન આપના હેમંત ચૌહાણ, પરેશભાઈ રાઠવા, ભાનુભાઈ ચિતારા, મહિપત કવિને પદ્મશ્રી, અરિઝ ખંભાતાના ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રના યોગદાન માટે, હિરાબાઈ લોબીને સોશિયલ વર્ક માચે અને પ્રો. (ડો.)મહેન્દ્ર પાલને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ યોગદાન માટે પદ્મ એવોર્ડની આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મુલાયમ સિંહ યાદવને મરણોપરાંત પદ્મ વિભૂષણ
પશ્ચિમ બંગાળના ડો.દિલીપ મહાલાનીસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ઓઆરએસની શોધ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. આ સાથે રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. આંદામાનના જારાવા જનજાતિમાં મિઝેલ્સ માટે તેમણે કરેલા સારા કામ માટે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવને પણ મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.