24 કલાકમાંથી 8 કલાક ઊંઘ અને 16 કલાકમાં દર 6 મિનિટે એક સિગારેટ, આલિયા ભટ્ટ પેટમાં હતી ત્યારે સોનીની આવી સ્થિતિ હતી
બોલિવુડ અભિનેત્રી સોની રાઝદાન ખુબ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને પોતાની ફિનોમિનલ એક્ટિંગ માટે જાણીતી છે. તેમણે ગુમરાહ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.

બોલિવુડના સ્ટારને કેટલાક લોકો પોતાના આઈડલ માનતા હોય છે. કેટલાક લોકો તો તેના સ્ટારની લાઈફસ્ટાઈલ પણ ફોલો કરતા હોય છે. પરંતુ જ્યારે આ આઈડલ ઊંધા રસ્તા પર જાય તો. આ સ્ટારને આઈડલ કોણ માને. હાલમાં એક એવી માહિતી સામે આવી છે કે, બોલિવુડની એક અભિનેત્રી પ્રેગ્નન્સી દરમિયાન દિવસની 1,2 નહી 100 સિગારેટ પીતી. હવે તમે જે વિચારો 24 કલાકમાંથી 8 કલાક તો લોકો ઊંઘી જાય છે. વધ્યા 16 કલાક આ 16 કલાકમાં 100 સિગારેટ પીવાનો મતલબ એ થયો કે, દર 6 મિનિટમાં એક સિગારેટ પીધી હતી. હવે તમે કહો આવા સ્ટારને કોણ પોતાના આઈડલ માને.
100 સિગારેટ પીતી
લાંબા સમયથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો ભાગ રહેલી અભિનેત્રી સોની રાઝદાને અનેક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાના અભિનય માટે જાણીતી છે. હાલમાં તેમણે 3 દશક જુનો એક કિસ્સો શેર કર્યો છે. આ તે સમય હતો. જ્યારે તે ગુમરાહ ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તેમને સિગારેટ પીવાની હતી.સોની રાઝદાને જણાવ્યું કે, ગુમરાહના શૂટિંગ દરમિયાન તે અંદાજે 100 સિગારેટ પીતી હતી. જ્યારે તેને ખબર ન હતી કે, તે પ્રેગ્નેેન્ટ છે.
પરંતુ સીન કરવા માટે, તેમણે સિગારેટ પીધી. તેમણે એક જ દિવસમાં ફક્ત 5-10 સિગારેટ જ નહીં, પરંતુ 100 સિગારેટ પીધી. અભિનેત્રીને ખ્યાલ નહોતો કે તે ગર્ભવતી છે અને તેની બીજી પુત્રી, આલિયા ભટ્ટ તેના પેટમાં છે. અભિનેત્રીએ તે સમયનો વિગતવાર અહેવાલ શેર કર્યો છે.
5 મહિનાનો બ્રેક લીધો
અભિનેત્રીએ કહ્યું હું એક સ્મોકિંગ સીનની શૂટિંગ કરી રહી હતી. મે એક દિવસમાં 100 સિગારેટ પીધી હતી. મને બિલકુલ અંદાજો ન હતો કે, આલિયા મારા પેટમાં છે. હું સ્મોકર ન હતી પરંતુ પછી મે 5 મહિનાનો બ્રેક લીધો હતો. જ્યારે 5 મહિના પછી હું શૂટિંગ પર પરત આવી તો જે કોસ્ચ્યુમ તે સમયે પહેરતી હતી. તે મને ફીટ નોહતા આવતા. ત્યારબાદ મારા બધા કોસ્ટ્યુમનું ફીટિંગ કરાવવું પડ્યું હતુ.
અભિનેત્રીએ કહ્યું પહેલાની તુલનામાં હવે પ્રેગ્નન્ટે માતા માટે કામ કરવું સારું બન્યું છે. પહેલા ખુબ સમસ્યા થતી હતી. અભિનેત્રીએ કહ્યું-આલિયાની પ્રગ્નન્સી દરમિયાન તેને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નહીં તે માટે આભારી છે. ભૂતકાળમાં, અમારે અમારી પ્રેગ્નન્સી છુપાવવી પડતી હતી કારણ કે જો નિર્માતાઓને ખબર પડે, તો તેઓ તણાવમાં આવી જતા અને પ્રોજેક્ટ માટે બીજી અભિનેત્રી શોધવાનું શરૂ કરતા.
