Anand: ગુજરાત નિયંત્રિત બજાર સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઇ

ગુજરાતની (Gujarat) તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને (APMC) સંગઠીત કરતી સંસ્થા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદમાં સહમંત્રી તરીકે મઘ્ય ગુજરાતમાંથી તેજસભાઇ ૫ટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

Anand: ગુજરાત નિયંત્રિત બજાર સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઇ
ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઇ
Dharmendra Kapasi

| Edited By: Tanvi Soni

Jul 01, 2022 | 6:02 PM

ગુજરાત નિયંત્રિત બજાર સંઘ,અમદાવાદની (Ahmedabad) ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની (BJP) પેનલ બિનહરીફ જાહેર થઇ. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, ભારતીય જનતા પાર્ટીના સહકાર સેલ ગુજરાત પ્રદેશના સંયોજક બીપીનભાઇ ૫ટેલ (ગોતા) તેમજ ભાજ૫ના સહકાર સેલ ગુજરાત પ્રદેશના સદસ્ય તેજસભાઇ બીપીનભાઇ ૫ટેલના (Tejasbhai Bipinbhai Patel) પ્રયત્નોથી ભારતીય જનાત પાર્ટીના સભ્યો બિનહરીફ જાહેર થયા. ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળના માર્ગદર્શન હેઠળ ખેડુત લક્ષી કામોની નોંધ લઇા પેનલ બિનહરીફ ચૂંટાઇ.

બિનહરીફ જાહેર થયેલી પેનલ

  1. ઘનશ્યામભાઇ રવજીભાઇ ૫ટેલ ચેરમેન, મહુવા (ભાવનગર)
  2. ભીખાભાઇ ઝવેરભાઇ ૫ટેલ વાઇસ ચેરમેન, બારડોલી (મઢી)
  3. ભગીરથસિંહ ૫રાક્રમસિંહ સરવૈયા માનદ મંત્રી, પાલીતાણા
  4. દિનેશભાઇ અમથાભાઇ ૫ટેલ માનદ સહ મંત્રી, ઉંઝા
  5. ફતાભાઇ ૫રાગભાઇ ચૌઘરી માનદ સહ મંત્રી, પાલનપુર
  6. નવીનચંન્દ્ર જગજીવનદાસ ૫ટેલ માનદ સહ મંત્રી, કલોલ
  7. સંદી૫ભાઇ જયંતીભાઇ દેસાઇ માનદ સહ મંત્રી, સુરત
  8. તેજસભાઇ બીપીનભાઇ ૫ટેલ માનદ સહ મંત્રી, પેટલાદ
  9. જયેશભાઇ ગોવીંદભાઇ બોઘરા માનદ સહ મંત્રી, રાજકોટ

ગુજરાતની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સંગઠીત કરતી સંસ્થા ગુજરાત નિયંત્રિત બજાર સંઘ, અમદાવાદમાં સહમંત્રી તરીકે મઘ્ય ગુજરાતમાંથી તેજસભાઇ ૫ટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ગુજરાત રાજયની તમામ 218 બજાર સમીતિઓના ભાવિ નકકી કરવા માટે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ,અમદાવાદના નવીન સભ્યોની વરણી કરવામાં આવી.

આ નવી કમીટી દ્વારા બજાર સમીતિઓના વિકાસ અને ખેડુતોના સર્વાંગીક વિકાસ કરવા અંગેની નીતિઓનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડુતો લક્ષી સંકલ્પને સાકાર કરવા માટે સુવ્યવસ્થીત આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલા ઇનામ યોજના અંતર્ગત ખેડુતો દ્વારા ઉત્પન્ન કરેલી ખેત પેદાશનું પુરતુ વળતર મળે અને પોષણક્ષમ ભાવ મળે તે દીશામાં કાર્ય કરવામાં આવશે.

આ પણ વાંચો

ખેડુતો દ્વારા ઉત્પન્ન કરેલી ખેત પેદાશનું મુલ્ય વર્ઘન કરી ખેડુતોની આવક બમણી કરવાના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને ૫રીપૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવશે, તેમજ ગુજરાત રાજયના ખેડુતોને સરકારની તમામ યોજનાઓ વિશે માહિતગાર કરવા તેમજ તે યોજનાનો લાભ લેવા માટે થતી પ્રક્રિયાનુ એક સ્થળેથી નિરાકણર આવે તે માટે રાજયની બજાર સમિતિઓમાં ખેડુત સહાય કેન્દ્રો ઉભા કરવામા આવશે. જેનાથી એક જ સ્થળ ઉ૫રથી ખેડુતોના તમામ પ્રશ્નના હલ આવે અને સરકાર દ્વારા જાહેર કરેલી ખેડુતલક્ષી યોજનાના છેવાડાના ગામોમાં વસવાટ કરતા ખેડુતો સુઘી યોજનો લાભ ૫હોચે તે માટે આયોજન કરવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati