Surat: કડોદરા વિસ્તારની બેંકોમાં સિક્યુરિટી ગાર્ડની તાત્કાલિક નિમણૂક કરવા પોલીસની તાકીદ
હજી બે અઠવાડિયા પહેલા જ સુરત જિલ્લાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં કડોદરા ચાર રસ્તા પરથી જ ધોળે દિવસે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના 4 કર્મચારીને બંદૂકની અણીએ બાનમાં લઇ 6 લાખની રોકડ રકમ લૂંટી એક લૂંટારું ધોળે દિવસે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બેંકના કર્મચારીઓની અવેરનેસ અને સુવિધાના અભાવ હોવાનું પણ એક કારણ બહાર આવ્યું હતું.
Surat: હજી બે અઠવાડિયા પહેલા જ સુરત જિલ્લાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં કડોદરા ચાર રસ્તા પરથી જ ધોળે દિવસે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના 4 કર્મચારીને બંદૂકની અણીએ બાનમાં લઇ 6 લાખની રોકડ રકમ લૂંટી એક લૂંટારું ધોળે દિવસે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બેંકના કર્મચારીઓની અવેરનેસ અને સુવિધાના અભાવ હોવાનું પણ એક કારણ બહાર આવ્યું હતું. માહિતી એવી સામે આવી રહી છે કે, લૂંટારું બનાવ ના ત્રણથી ચાર દિવસ અગાઉ બેંકની બહાર તેમજ બેંકમાં રેકી કરતો નજરે ચડ્યો હતો.
પોલીસે 27 બેંકના મેનેજરો સાથે કરી બેઠક
પરંતુ આવો લૂંટનો બનાવ ભવિષ્યમાં બીજી વાર ન બને તે હેતુથી કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ દ્વારા કડોદરમાં બેંકના મેનેજરો સાથે બેઠક કરીને જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કડોદરા જી.આઈ. ડી.સી. પોલીસ મથક ખાતે આ મીટીંગનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં કડોદરા પોલીસ મથકમાં આવેલ તમામ સહકારી અને સરકારી તેમજ ખાનગી બેંકના 27 જેટલા બ્રાન્ચ મેનેજરોને બોલાવવામાં આવ્યા હતા.
શું આપવામાં આવી સૂચના ?
- બેઠકમાં હાજર રહેલા બેન્ક મેનેજરને સૌથી પહેલા તમામ બ્રાન્ચ પર સિક્યુરીટી ગાર્ડ ફરજિયાત રાખવા જણાવવામાં આવ્યું હતું.
- જે બેંકો પાસે સિક્યુરિટી ગાર્ડ નથી તેમને વહેલી તકે સિક્યુરિટી ગાર્ડ ભરતી કરવા તેમજ બેંક સિક્યુરિટી ગાર્ડનું પોલીસ પાસે વેરિફિકેશન કરાવવા સૂચના.
- બેંકમાં લૂંટ ધાડ ચોરી જેવા કિસ્સામાં ગુપ્ત રીતે પોલીસને જાણ કેવી રીતે કરવી, બેંકમાં એલર્ટ સાયરનનો ઉપયોગ કેવી રીતે કરવો.
આ તમામ મુદ્દાઓ અંગેની સમજ આપવામાં આવી હતી. એટલું જ નહીં કડોદરા વિસ્તારની તમામ બેંક મેનજરોનુ એક સોશિયલ મીડિયા ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં બેંકમાં વારંવાર વગર કારણે તેમજ શંકાસ્પદ વ્યક્તિની માહિતી અપડેટ આપવા જણાવ્યું હતુ. આ ઉપરાંત માસ્ક અને મોઢું વ્યવસ્થિત રીતે દેખાઈ એ રીતે બેંકમાં આવતા તમામ લોકોનું સ્કેનિંગ કરવું વગેરે જેવી જાણકારી આપવામાં આવી હતી. અને આવનારા દિવસોમા કડોદરા પોલીસ દ્વારા બેંકમાં લૂંટ કે, ચોરી જેવા બનાવ બને તો બેંક કર્મચારીઓએ તેમજ બેંકમાં આસપાસ લોકોએ કેવી રીતે સાવચેતી રાખવી જે અંગેની મોક ડ્રિલ કરવા પણ જણાવ્યું હતુ. આ સાથે જ તમામ તકેદારી અંગે ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા.
(Input – Jignesh Mehta)