આફતનો વરસાદ : ધોધમાર વરસાદે પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી, લોકો મુશ્કેલીમાં મુકાયા

ભરૂચમાં વરસાદની સત્તાવાર હાજરી ગઈકાલથી જ નોંધાઈ છે. સારા વરસાદ સાથે મુશ્કેલીઓ પણ આવી છે. આજે ભરૂચના ઘણા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાઓ ઉભી થઇ હતી

આફતનો વરસાદ : ધોધમાર વરસાદે પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી, લોકો મુશ્કેલીમાં મુકાયા
Rainwater drainage problem
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 01, 2022 | 10:34 AM

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી નાખી હતી. દક્ષિણ ગુજરાતના તમામ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ(Bharuch) અને સુરતમાં ગુરુવારે રાતે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં 7 ઇંચ મહત્તમ વરસાદ નોંધાયો જયારે ભરૂચમાં 4.5 ઇંચ વરસાદ વાલિયામાં નોંધાયો છે. નવસારી અને ડાંગમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. વરસાદ સાથે પ્રિ મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી. એવી માન્યતા છે કે રથયાત્રા દરમ્યાન મેઘરાજા અવશ્ય હાજરી નોંધાવે છે અને રથયાત્રા પૂર્વે જોરદાર વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

 • અંકલેશ્વર : 2 ઇંચ
 • આમોદ : 1.5 ઇંચ
 • જંબુસર : 2.5 ઇંચ
 • ઝઘડીયા : 0.5 ઇંચ
 • નેત્રંગ : 3 ઇંચ
 • ભરૂચ :  2.5 ઇંચ
 • વાગરા : 0.7 ઇંચ
 • વાલિયા : 4.5 ઇંચ
 • હાંસોટ : 0.7 ઇંચ

pardeshi nala

મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં

ભરૂચમાં વરસાદની સત્તાવાર હાજરી ગઈકાલથી જ નોંધાઈ છે. સારા વરસાદ સાથે મુશ્કેલીઓ પણ આવી છે. આજે ભરૂચના ઘણા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાઓ ઉભી થઇ હતી. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા મહમદપુરા રોડ ઉપર આવેલ પરદેશી વાડ નજીકના નાળા ઉપર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  વરસાદની તોફાની ઇનિંગ વચ્ચે વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓ નજરે પડી હતી. તેજ પવન સાથે વરસેલા વરસાદે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની ચિંતા સર્જી હતી. જોકે બાદમાં વરસાદ વિરામ લેતા હાશકારો પણ અનુભવાયો હતો.

fata talav

ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

વરસાદ સાથે ખુલ્લી ગટરો ઉભરાઈ હતી અને ગંદકી મુખ્ય માર્ગ ઉપર ફરી વળી હતી. ફાટટળાવ વિસ્તારના લોકોનું તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આખા માર્ગ ઉપર ગંદકી ફેલાઈ છે  અને ગટરના પાણી મુખ્ય માર્ગ ઉપર વહી રહ્યા છે. લોકો મુસીબત વચ્ચે આ વિસ્તારમાંથી અવર- જ્વર કરી રહયા છે. રાતે 11 વાગ્યાના અરસામાં મેઘસવારી ભરૂચમાં આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

dang rain

ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે

 • આહવા: ૨૮ મીમી
 • વઘઈ : ૨ મીમી
 • સુબીર :૨ મીમી
 • સાપુતારા : ૬ મીમી

નવસારીમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી છે

 • નવસારી 25 મીમી
 • જલાલપોર 40 મીમી
 • ચીખલી 15 મીમી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati