Anand: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ધરતીપુત્રોને મુખ્યપ્રધાનનો અનુરોધ, વડાપ્રધાનના ‘બેક ટુ બેઝિક’ના ધ્યેયને હાંસલ કરવા આહવાન

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કંપનીના વિવિધ પ્લાન્ટ, બાયો-સીએનજી, લેબોરેટરી અને ઓર્ગેનીક ખાતર પ્લાન્ટનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી જાણકારી મેળવી હતી મુખ્યપ્રધાનના હસ્તે કંપનીના સૌ પ્રથમ એકસપોર્ટ યુનિટના કન્ટેનરનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

Anand: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ધરતીપુત્રોને મુખ્યપ્રધાનનો અનુરોધ, વડાપ્રધાનના ‘બેક ટુ બેઝિક’ના ધ્યેયને હાંસલ કરવા આહવાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 4:49 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આણંદ જિલ્લાના સુંદલપુરામાં કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લિ. (Bharat Biogas Energy Ltd.)ના પ્લાન્ટની મુલાકાત લઇ પ્લાન્ટના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે કંપની દ્વારા બાયોગેસ એનર્જીના માધ્યમથી હાથ ધરવામાં આવેલી પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક મિશનના કાર્યોની જાત માહિતી પણ મેળવી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘બેક ટુ બેઝિક’ના ધ્યેયને હાંસલ આહવાન કર્યુ હતુ. તેમણે કહ્યુ કે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ધરતીપુત્રોને વડાપ્રધાને કરેલા અનુરોધને ગુજરાતના ધરતીપુત્રો સાથે મળીને સાકાર કરે. તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યુ કે પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ જતનની સાથેસાથ પાણીની બચત અને ખેત ઉત્પાદનના સારા ભાવો મળવાના ત્રિવિધ લાભ પણ થાય છે. એટલું જ નહિ, પ્રાકૃતિક ખેતીથી પકવેલુ અનાજ રાસાયણિક ખાતર મુકત હોવાથી માનવ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

મુખ્ય પ્રધાને ભારત બાયોગેસ કંપનીના ચેરમેન અને ડાયરેકટર સાથે બેઠક યોજીને ગુજરાત પ્રાકૃતિક કૃષિક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ પ્રાકૃતિક ખેતીને વેગ આપવામાં મળી રહેશે તેમ જણાવ્યું હતું. ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ દ્વારા વિવિધ ઉત્પાદનોના માધ્યમથી હાથ ધરાયેલ ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને તેમણે બિરદાવ્યું હતું. વડાપ્રધાનની કલ્પનાને અનુરૂપ પ્રાકૃતિક ખેતીને યોગ્ય બળ પુરૂં પાડતા આ એકમ દ્વારા નવી પેઢીને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના ફળદાઈ કાર્યની તેમણે સરાહના કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પ્રસંગે ભારત બાયોગેસ એનર્જી લિમિટેડના ચેરમેન ભરત પટેલે રાસાયણિક ખાતર અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે માનવજાત સામે ઉભી થતી વિકટ પરિસ્થિતિને વર્ણવી હતી. તેમણે છેલ્લા 8 વર્ષથી ગેસ અને ફર્ટીલાઈઝર ક્ષેત્રે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લી. કંપની દ્વારા ગ્રીન એનર્જીની જાળવણી માટેના જે કાર્યો કરાયા છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. સાથે જ વડાપ્રધાનના ગ્રીન એનર્જી મિશનનો ઉલ્લેખ કરી પ્રાકૃતિક કૃષિ મિશન, ઝિરો બજેટ ખેતી, ગાય આધારીત કૃષિ, બાયોગેસ અને તેની પ્રક્રિયા સહિતના મુદ્દાઓની સવિસ્તાર માહિતી આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કંપનીના વિવિધ પ્લાન્ટ, બાયો-સીએનજી, લેબોરેટરી અને ઓર્ગેનીક ખાતર પ્લાન્ટનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી જાણકારી મેળવી હતી મુખ્યપ્રધાનના હસ્તે કંપનીના સૌ પ્રથમ એકસપોર્ટ યુનિટના કન્ટેનરનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો હતો

આ પણ વાંચો-

Ahmedabad :અમેરિકા- કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા કુટુંબના પરિજનોની ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી, સાંત્વના પાઠવી

આ પણ વાંચો-

Surat : રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઇને સુરત ક્રેડાઈએ નાણામંત્રી સમક્ષ કરી આ રજુઆતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">