Surat : રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઇને સુરત ક્રેડાઈએ નાણામંત્રી સમક્ષ કરી આ રજુઆતો

સુરત ક્રેડાઈ વતી નાણામંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ જોડાયેલી કેટલીક માંગો સરકાર સમક્ષ રજુ કરવામાં આવી છે.

Surat : રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઇને સુરત ક્રેડાઈએ નાણામંત્રી સમક્ષ કરી આ રજુઆતો
Surat Credai Expetation In Budget 2022 ( File Photo)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 28, 2022 | 2:42 PM

સુરતમાં(Surat)કોરોના સમયમાં રિયલ એસ્ટેટ(Real Estate)ક્ષેત્રને પણ મોટી અસર થઈ છે. લેબર ક્રાઇસીસ, રો મટિરિયલ્સના વધતા ભાવો સહિતના મુદ્દાઓને લઈને ડેવલપર્સને પરેશાની થઈ રહી છે. ત્યારે સુરત ક્રેડાઈ( Credai )વતી નાણામંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ જોડાયેલી કેટલીક માંગો સરકાર સમક્ષ રજુ કરવામાં આવી છે.

જેમાં એફોર્ડબલ હાઉસિંગ માટે 80IB ના અનુસંધાને જે લાભ મળે છે, તે સ્કીમ 31 માર્ચના રોજ પુરી થઈ રહી છે, જો આ સ્કીમને આવતા વર્ષે આગળ વધારવામાં આવે તો ડેવલપર્સ એફોર્ડબલ હાઉસીંગના ઘણા કામો કરી શકે અને આર્થિક રીતે નાના માણસોની ઘરની જરૂરિયાતો પણ પુરી થઈ શકે છે. સાથે જ હાઉસિંગ ફોર ઓલનું સપનું પણ પૂરું થઈ શકે છે.

વધુમાં જે ડેવલપર્સે આ સેક્શન હેઠળ પોતાના પ્રોજેકટ શરૂ કર્યા છે, તેને પાંચ વર્ષમાં પૂરું કરવાના હોય છે. પણ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીની લીધે પ્રોજેકટ પુરા કરવામાં આર્થિક તેમજ લેબર ક્રાઇસીસને લીધે મુશ્કેલી પડી રહી છે. જેથી પ્રોજેકટ પુરા કરવામાં પણ ખૂબ વિલંબ થાય છે, તેથી આ સમયમાં પણ એકથી બે વર્ષનો વધારો કરવો જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સ્કીમમાં યુનિટની કિંમતની મહત્તમ મર્યાદા 45 લાખ છે. પણ કોરોનાની આ મહામારીમાં બિલ્ડીંગ મટીરીયલ કોસ્ટ અને લેબર કોસ્ટ લગભગ 35 ટકા વધી છે. જેના આધારે આ લિમિટ પણ અલગ અલગ શહેર ની પરિસ્થિતિ પ્રમાણે વધારવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવા પણ માંગ કરવામાં આવી છે. તો અન્ય ઇન્ડસ્ટ્રીઝની જેમ ટેક્સ લોસ, કેરી ફોરવર્ડની સ્કીમના લાભો મળી શકે. વન ટાઈમ સેટલમેન્ટ ની જોગવાઈ જે 2021માં કાઢી નાખવામાં આવી હતી તે બીજીવાર દાખલ કરવામાં આવે તેવી રજુઆત પણ સુરત ક્રેડાઈ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Kutch : મુંદ્રા પોર્ટ પરથી પાકિસ્તાની આર્મીના વપરાશનો સામાન મળી આવ્યો

આ પણ વાંચો : અમેરિકા-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા ચાર લોકો ગુજરાતના રહેવાસી, ઠંડીના કારણે થયા મોત

g clip-path="url(#clip0_868_265)">