AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જળ જીવન મિશન હેઠળ પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ નલ સે જલની કામગીરી પૂરી કરવા માટે ટીમ વાસ્મો-વડોદરા સન્માનિત

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો,વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પ્રત્યેક ગામ અને ઘરને પાણી પુરવઠા યોજનાઓના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે.

જળ જીવન મિશન હેઠળ પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ નલ સે જલની કામગીરી પૂરી કરવા માટે ટીમ વાસ્મો-વડોદરા સન્માનિત
Team wasmo-Vadodara honored for completing the work of Prime Minister Dream Project Nal Se Jal
yunus.gazi
| Edited By: | Updated on: Jan 27, 2022 | 11:55 PM
Share

Vadodara : વાસ્મો (Wasmo) વડોદરાએ ઓગસ્ટ 19થી ડિસેમ્બર 21 સુધીમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં 3.26 લાખથી વધુ ઘરોમાં ટેપ કનેક્ટીવિટીની જહેમતભરી કામગીરી દ્વારા પ્રત્યેક ઘરને નળથી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું.

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો,વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પ્રત્યેક ગામ અને ઘરને પાણી પુરવઠા યોજનાઓના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે. આ એકમની સમર્પિત કામગીરીને જિલ્લા કલેકટરએ પ્રશસ્તિ પત્ર (Letter of commendation)અર્પણ કરીને બિરદાવી છે. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વ (Republic Day)પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપભાઈ પરમારે ટીમ વાસ્મો ,વડોદરાને પ્રશસ્તિ પ્રમાણપત્ર અર્પણ કરવાની સાથે જિલ્લાના ગ્રામ વિસ્તારના પ્રત્યેક ઘરને નળ દ્વારા પાણી મળે એવી વ્યવસ્થા સાકાર કરવા માટે ધન્યવાદ આપ્યા હતા.

જળ જીવન મિશન (jal jiwan misson) હેઠળ પ્રત્યેક ઘરને નળ સે જલ એ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project)છે એવી જાણકારી આપતાં વાસ્મોના કો ઓર્ડીનેટર ભરત વિરડિયાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં આ પ્રોજેક્ટ હેઠળ ઓગષ્ટ 2019માં પ્રત્યેક ઘર માટે ટેપ કનેક્ટિવિટીના માધ્યમથી પાણીની વ્યવસ્થા સાકાર કરવાના સંકલ્પ સાથે કામ શરૂ કરવામાં આવ્યું. ડિસેમ્બર 2021 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરીને 3.26 લાખથી વધુ ઘરોને નળ દ્વારા ઘરમાં જ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વાસ્મો (Wasmo)ગામ લોકોની માંગ પ્રમાણે ગ્રામીણ પાણી પૂરવઠા યોજનાઓ બનાવવી,ગામમાં જળ અને સ્વચ્છતા સમિતિની,પાણી સમિતિની રચના કરવી,એની મદદથી યોજનાઓનું સંચાલન કરવું,ગ્રામ સ્વચ્છતા અને જળ બચત માટે પ્રોત્સાહિત કરવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અમારી ટીમ આ સન્માનથી પ્રોત્સાહિત થઈ છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે સૌનો આભાર માન્યો છે.

26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપભાઈ પરમારે ટીમ વાસ્મો ,વડોદરાને પ્રશસ્તિ પ્રમાણપત્ર અર્પણ કર્યું

આ પણ વાંચો : અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી

આ પણ વાંચો : Punjab Election 2022: રાહુલ ગાંધીની હાજરીમાં એક જ મંચ પરથી ચન્ની અને સિદ્ધુનું મોટું નિવેદન- અમારી વચ્ચે કોઈ લડાઈ નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">