Ahmedabad :અમેરિકા- કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા કુટુંબના પરિજનોની ધારાસભ્ય અરવિંદ પટેલે મુલાકાત લીધી, સાંત્વના પાઠવી
અમેરિકા-કેનેડા બોર્ડર પર ડિંગુચાના પટેલ પરિવારના સભ્યોનું મોત થયું છે. જેમાં મૃતક જગદીશ પટેલના પિતા રાણીપના આર્ય વિલામાં રહે છે.. પરિવારમાં હાલ શોકનો માહોલ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ મૃતકોના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા
અમેરિકા-કેનેડા બોર્ડર(US-Canada Border) પર ડિંગુચાના( Dhingucha) પટેલ પરિવારના સભ્યોનું મોત થયું છે. જેમાં મૃતક જગદીશ પટેલના પિતા રાણીપના આર્ય વિલામાં રહે છે.. પરિવારમાં હાલ શોકનો માહોલ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ(Arvind Patel) મૃતકોના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા.. તેઓએ ઘટનાની ખૂબ દુઃખદ ગણાવી અને પરિવારને સાંત્વના પાઠવી.તેમણે કહ્યું કે- ઘટનાની જાણ થતાં જ તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે અને નીતિન પટેલ સાથે સતત સંપર્કમાં હતા. તેમણે મૃતકોની ઓળખ જલ્દીમાં જલ્દી થાય તેવા પ્રયત્નો કર્યા હતા. ધારાસભ્ય અરવિંદ પટેલે સમાજના અન્ય લોકોને અપીલ કરી કે સાવચેતી પૂર્વક અને કાયદેસર રીતે જ વિદેશ જાય. તેમણે કહ્યું કે આવી ઘટના ખૂબ જુજ કિસ્સામાં જ બનતી હોય છે.
કેનેડા-અમેરિકા બોર્ડર પર બરફમાં નવજાત શિશુ સહિત ચાર લોકોના મોતની ઘટનાએ સૌને દુઃખી કરી દીધા હતા. હવે આ ચારેય લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેઓનું કનેક્શન ગાંધીનગર સાથે છે. ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ જેઓની ઓળખ કરવામાં આવી છે તેમાં ગાંધીનગર જિલ્લાના કલોલના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (ઉંમર 39), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉંમર 37), પુત્રી વિહાંગી પટેલ (ઉંમર 11)નો અને પુત્ર ધરમ પટેલ (ઉંમર 3)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, ગુહ રાજ્ય પ્રધાન ધંધુકાની મુલાકાત લેશે
આ પણ વાંચો : Surat માં ડ્રગ્સનો કાળો કારોબાર, પોલીસે ચરસના જથ્થા સાથે એકની ધરપકડ કરી