AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli Rain: અમરેલીમાં વરસાદે સર્જેલી તારાજી બાદ ઠેકઠેકાણેથી હાલાકીના દૃશ્યો આવ્યા સામે, જુઓ Video

અમરેલી જિલ્લામાં 10 ઈંચથી વધુ વરસાદે ભારે તારાજી સર્જી છે. અનેક ગામોમાં જળબંબાકાર થતા ઘરોમાં પાણી ભરાયા છે, રોડ-રસ્તા બંધ થયા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. રાજુલા, રિકડિયા અને લિલિયા સહિત અનેક ગામોમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

Amreli Rain: અમરેલીમાં વરસાદે સર્જેલી તારાજી બાદ ઠેકઠેકાણેથી હાલાકીના દૃશ્યો આવ્યા સામે, જુઓ Video
| Updated on: Jul 06, 2026 | 4:48 PM
Share

અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે. એકસામટો 10 ઈંચ થી વધુ વરસાદ ખાબકી જતા જિલ્લાના અનેક ગામોમાં તારાજી અને હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં અનારાધાર વરસાદને કારણે ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો માં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ છે. અમરેલી તાલુકાના રિકડિયા ગામે જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આ સ્થિતિમાં ગામલોકોની હાલત વધુ કફોડી બની છે.

આ તરફ એકલા રાજુલામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે આસપાસના પંથકમાં પણ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે ભારે હાલાકી સર્જાઈ છે. રાજુલા સહિત આસપાસના ગામોમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મોટા લિલિયામાં પણ ચિંતાજનક દૃશ્યો જોવા મળ્યા. અમરેલી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. નાાવલી નદીમાં ધસમસતો નદીનો પ્રવાહ જોવા મળ્યો હતો. તેના પાણી લિલિયા સહિત આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા.

અમરેલી પંથકના રાજુલા, ખાંભા, ધારી, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકા અને ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વાહનચાલકોની હાલાકી વધી છે. અમરેલીમાં 21 જેટલા રસ્તા પર વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. જેના કારણે 10 ગામોનો સંપર્ક કપાયો છે.

અમરેલીમાં ક્યાંક કહેર તો ક્યાંક મહેર બનીને મેઘરાજા વરસ્યા છે. જિલ્લાના વિવિધ જળાશયોમાં નવા નીર ની આવક થઈ છે. ત્યારે ધાતરવડી સહિતના અનેક ડેમ ઓવરફ્લો થયા હતા. જો કે ધરતીપુત્રોને વાવણી બાદ પિયતની જે ચિંતા સતાવીરહી હતી તે દૂર થઈ છે.

સૌથી વધુ કફોડી સ્થિતિ રાજુલાની થઈ છે. રાજુલાના વડગામમાં પાળો તૂટ્યો છે. સત્વરે સમારકામ ન થાય તો આખુય ગામ બેટમાં ફેરવાઈ જવાની ભીતિ છે. બીજી તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ગામમાં આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યુ હતુ. જાફરાબાદના વઢેરા ગામે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ. લિલિયાના બવાડી ગામે ગત રાત્રિથી ફસાયેલા પરપ્રાંતિયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ધોધમાર વરસાદને પગલે અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ છે. 222 વીજપોલ, 9 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યુ છે. 55 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.

Solar Panel: શું તમે સોલર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા જાણી લો કે ક્યુ પેનલ સૌથી વધુ વીજળી બનાવે છે?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">