AHMEDABAD : ”ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે”,ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન

સોલા ઉમિયાધામ કેમ્પસમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 2:49 PM

અમદાવાદ(Ahmedabad)ના સોલામાં ઉમિયાધામ(Umiyadham)ના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન(Home Minister) અમિત શાહે કહ્યુ કે ગુજરાતના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરુ છે. તેમણે એમ પણ કહ્યુ કે જ્યારે ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજ(Patidar Samaj)નું નામ સુવર્ણ અક્ષરે લખાશે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે મંદિરો માત્ર ધર્મના જ નહીં પરંતુ સમાજ સેવાના કેન્દ્રો છે.

 

ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે.

અમિત શાહનું નિવેદન

અમિત શાહે મંદિરના શિલાન્યાસ પ્રસંગમાં સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે પાટીદાર સમાજે ખૂબ પરિશ્રમ કર્યો છે, જ્યારે ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. વેપાર, શિક્ષણ અને વિકાસના કામો પાટીદાર સમાજે કર્યા છે. તેમણે જણાવ્યુ કે મંદિરો માત્ર ધર્મના જ નહીં પરંતુ સમાજ સેવાના કેન્દ્રો છે. પાટીદાર સમાજે આવા અનેક સેવાના કાર્યો કર્યા છે. તેમણે જણાવ્યુ કે અન્ય સમાજોએ પાટીદાર સમાજમાંથી શીખ લેવા જેવી છે.

મહત્વનું છે કે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યાં. આ ઉપરાંત બીજા પણ અનેક મહાનુભાવો આ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત છે.

 

આ પણ વાંચોઃ Viral: કાર ધોઈ રહેલા ચિંપાન્ઝીનો Video વાયરલ, લોકોએ કહ્યું ‘આવી હોય છે ફ્રી માં કાર વોશિંગ’

આ પણ વાંચોઃ Mumbai Air Pollution: દિલ્હીની જેમ મુંબઈમાં પણ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે, આ વિસ્તારોમાં સ્થિતિ થઇ રહી છે ભયાનક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">