VIDEO: ગુજરાતમાં મોટા આતંકી હુમલાની ચેતવણી, HM અમિત શાહ, CM રૂપાણી પર હુમલાની ધમકી
ગુજરાતમાં નેતા અને પોલીસ અધિકારી મળીને 13 લોકો પર આતંકવાદી હુમલાની ચેતવણી આપતો નનામો પત્ર મળ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડે. CM નીતિન પટેલ, DGP, ચીફ જસ્ટિસ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, પ્રવિણ તોગડિયા, દિલીપદાસજી મહારાજ, શૈલેષ પરમાર, ભરત બારોટ, ભૂષણ ભટ્ટને પણ ધમકી મળી […]
ગુજરાતમાં નેતા અને પોલીસ અધિકારી મળીને 13 લોકો પર આતંકવાદી હુમલાની ચેતવણી આપતો નનામો પત્ર મળ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડે. CM નીતિન પટેલ, DGP, ચીફ જસ્ટિસ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, પ્રવિણ તોગડિયા, દિલીપદાસજી મહારાજ, શૈલેષ પરમાર, ભરત બારોટ, ભૂષણ ભટ્ટને પણ ધમકી મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ નનામાં પત્રમાં એક મોટા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવાનો પત્રમાં ઉલ્લેખ છે. ગુપ્તચર તંત્રએ તમામ પોલીસ કમિશનર, રેન્જ અને જિલ્લા પોલીસ વડાને નનામા પત્રની માહિતી આપી છે. આ સાથે જ સાવચેતી અને સુરક્ષાના જરૂરી તમામ પગલા ભરવા આદેશ આપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: યસ બેન્કમાં ‘કેશ બંધી’, કેશ ન મળતાં ખાતાધારકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો