આ છે સ્માર્ટસિટીના રસ્તા! અમદાવાદના આ વિસ્તારના રસ્તા પર વાહન ચલાવવું એટલે મોટું જોખમ

Ahmedabad: વાડજ વિસ્તારમાં માર્ગો પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. અખબારનગરના કિટલી સર્કલથી વાડજ સર્કલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે.

Ahmedabad: રાજ્યમાં ખાડા (Potholes) પુરવા માટેનું અભિયાનની જાહેરાત તો કરવામાં આવી છે. અને તેને લઈને ફરિયાદો પણ આવી રહી છે. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ખાડા અને ખરાબ રસ્તાઓના (Poor Roads) કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખરેખરમાં છેવાડાના ગામડાઓની વાત તો દુર, સ્માર્ટ સીટી અને મેટ્રો સીટીના એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તેને જોઇને કોઈ કહે નહીં કે આ સ્માર્ટ સીટી હશે. આ વાત છે અમદાવાદની. અમદાવાદમાં ખાડારાજ સ્થપાઈ ગયું છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં માર્ગો પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. અખબારનગરના કિટલી સર્કલથી વાડજ સર્કલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ ખાડામાં પટકાવવાથી વાહનોને ભારે નુકસાન પહોંચે છે તો વાહન ચાલકો ખાડાથી બચવા સાઈડમાં ચલાવે છે. અને આના કારણે રસ્તાની સાઈડમાંથી પસાર થતા લોકો અકસ્માતનો ભોગ બને છે. આ મુદ્દે સ્થાનિકો અને દુકાનદારોએ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર માટી-કપચી પૂરીને જતું રહે છે. AMC નક્કર કામગીરી કરે તેવી સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.

મેટ્રો સીટી અમદાવાદમાં ઠેર ઠેર આવી હાલત જોવા મળે છે. વાડજ જ નહીં પરંતુ ગોતા, બોપલ, સાઉથ બોપલ, રિંગરોડ જ્યાં જુઓ ત્યાં ખાડા જ જોવા મળે છે.

આ પણ વાંચો: Ahmedabad: સ્કૂલ ચલે હમ? ભણતર માટે હાલાકી ભોગવતા બાળકોને આ રીતે જવું પડે છે શાળાએ

આ પણ વાંચો: RAJKOT : ખાડા પુરવા શહેર કોંગ્રેસ પ્રમુખે ઉપાડયો પાવડો, મેયરે કહ્યું,આ કોંગ્રેસનો પબ્લિસિટી સ્ટંટ છે

Click on your DTH Provider to Add TV9 Gujarati