Ahmedabad: સ્કૂલ ચલે હમ? ભણતર માટે હાલાકી ભોગવતા બાળકોને આ રીતે જવું પડે છે શાળાએ

Ahmedabad: જિલ્લાના કાચરોલ ગામથી સીતાપુર વિદ્યાલયમાં અભ્યાસ અર્થે જતા 50 વિદ્યાર્થીઓને મુસીબતનો સામનો કરવો પડે છે. ખરેખરમાં આ બાળકોને વરસાદી પાણીમાં થઈને સ્કૂલ જવું પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 4:53 PM

રાજ્યના અમુક ગામડાઓના એવા દ્રશ્યો સામે આવે છે કે જોઇને એવી લાગે કે વિકાસને મેટ્રો સીટી પસંદ આવી ગઈ છે અને ત્યાં જ રોકાઈ ગયો છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે. માંડલ તાલુકાના કાચરોલ ગામે દર ચોમાસે (Monsoon) લોકોને હાલાકી ભોગવવી પડે છે. અહીં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વાસ્તવનમાં આ ગામમાં અત્યાર સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ ઉભી કરાઈ નથી. જેથી અહીંયાની જનતાને ખુબ હાલાકી પડે છે. સૌથી વધુ તકલીફ બાળકોને પડે છે.

કાચરોલ ગામથી સીતાપુર વિદ્યાલયમાં અભ્યાસ અર્થે જતા 50 વિદ્યાર્થીઓને (Students) મુસીબતનો સામનો કરવો પડે છે. શાળાએ જવા માટે આ ભૂલકાઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. કાચરોલ ગામના લોકોને પણ બહાર જતા-આવતા પાણીમાંથી જ પસાર થવું પડે છે. આ સમસ્યા અંગે અધિકારીઓનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે. તમ છતાં હજુ સુધી કોઈ નિકાલ આવતો નથી.

ખરેખર તો વરસાદની આ ઋતુમાં ઘણા એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઇને દિલ દ્રવી ઉઠે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો કેવી રીતે શાળાએ જઈ રહ્યા છે. આવી જ રીતે તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણના પાછીયાપુરા ગામથી દ્રશ્યો સામે આવ્યા હતા. આ ગામમાં સ્મશાન જ નથી. જેને કારણે ગામલોકોએ બાજુના ગામની સીમમાં અને ચાલુ વરસાદે ભીંજાતા ભીંજાતા મૃતકની અંતિમવિધિ કરવી પડે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">