Ahmedabad: ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ બંધ

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital)માં ફરી એકવાર રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injection)નું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.

| Updated on: Apr 12, 2021 | 6:24 PM

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના વાઈરસ (Corona Virus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital)માં ફરી એકવાર રેમડેસિવિર ઈન્જેક્શન (Remdesivir Injection)નું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક ખુટી પડતા વેચાણ બંધ કરાયું છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 10 હજાર પરિવારોને મદદ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. ઝાયડસ હોસ્પિટલે પ્રેસ નોટ જાહેર કર્યુ કે સાંજે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. મહત્વું છે કે કોરોનાના ગંભીર દર્દી માટે આ ઈન્જેક્શન ખુબ જ જરૂરી માનવામાં આવે છે, ત્યારે હવે ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હવે ઈન્જેક્શનનો જથ્થો સીધો જ રાજ્ય સરકારને પહોંચાડવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીને જ ઈન્જેક્શન આપવામાં આવશે.

હોસ્પિટલો કેમ દર્દીના સગાને ઈન્જેકશન લેવા મોકલે છે: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે, રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરીને, ગુજરાત સરકારને વેધક સવાલ કર્યો હતો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાનું કારણ શુ ? શા માટે હોસ્પિટલની બહાર 40 એમ્બ્યુલન્સની લાઈન લાગે છે ? પેરાસિટામોલની માફક રેમડેસિવીર ઈન્જેકશન કેમ મળતા નથી. હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનોને શા માટે રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે હોસ્પિટલો મોકલે છે .  સામાન્ય નાગરીકોને કોરોના પરીક્ષણનો રીપોર્ટ મેળવવા માટે પાંચ દિવસ સુધી શા માટે રાહ જોવી પડે તેવા વેધક સવાલો ગુજરાત હાઈકોર્ટે કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટે વર્ક ફ્રોમ હોમ પધ્ધતિને પ્રોત્સાહન આપવા, વિવિધ સંસ્થાઓની મદદ લેવા, કરફ્યુનો કડક અમલ કરવા, કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તતાથી અમલ કરવા સહિતના મુદ્દે એડવોકેટ જનરલને જણાવ્યું હતું. આ સુઓ મોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારના રોજ નિર્ધારીત કરાઈ છે.

આ પણ વાંચો: Rajkot: RSSના સ્વયંસેવકો સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કારમાં કરે છે મદદ

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">