World Cancer Day : વર્ષ 2020માં દેશમાં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા, ગુજરાતમાં 69.66 હજાર કેસ

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાંથી 28.84 % દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે.

World Cancer Day : વર્ષ 2020માં દેશમાં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા,  ગુજરાતમાં 69.66 હજાર કેસ
world cancer day (ફાઇલ)
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 04, 2022 | 12:57 PM

World Cancer Day :  કૅન્સર એટલે કૅન્સલ ? ના બિલકુલ નહી.

પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે.

કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેન્સરના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે.

પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે. બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય. ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય. ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.

ICMR ના NCDIR(National Centre For Disease Informatics And Research) વર્ષ 2021ના રીપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે.

ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનુ મ્રુત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મ્રુત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે. ગુજરાતમાં વર્ષ 2020માં 69660 નવા કેસ નોંધાયા હતા. જે વર્ષ 2025 સુધીમાં 79217  થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે પુરુષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે 98 અને 77 નવા કેન્સર કેસ જોવા મળે છે.

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાંથી 28.84 % દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12% , મધ્ય પ્રદેશ- 11.4%, મહારાસ્ટ્ર-1%). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે રાજ્યનાં કેન્સરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે. રાજ્યના બજેટમાં છેલ્લા બે વર્ષમાં દર વર્ષે અંદાજીત 104 કરોડના અનુદાનની કેન્સરક્ષેત્રમાં વિવિધ સારવાર અને આધુનિક તકનીકી સુવિધાઓ માટે જોગવાઇ કરીને કેન્સર સામેની લડતમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે.

રાજ્યના દૂર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીએ આવવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇના. સહિયારા પ્રયાસોથી રાજકોટ,ભાવનગર અને પાટણના સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારના સહયોગથી વડોદરા, જામનગરમાં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરુષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર જોવા મળે છે.

એક સર્વે અનુસાર 15 થી 49 વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો

રાજ્યના 15 થી 49 વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સરથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વધુ જોવા મળ્યુ છે.

કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓથી થાય છે

● શસ્ત્રક્રિયા : આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે. ● વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) : આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે. ● દવાઓની સારવાર (કિમોથેરાપી) : આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે. ● રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર) : જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.

આ પણ વાંચો : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ, ATS આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને ધંધુકા લઈ રિ-કન્સ્ટ્રક્શન કરશે

આ પણ વાંચો : surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, AAPના 3 મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">