surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, AAPના 3 મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા

surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, AAPના 3 મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 12:04 PM

બીજી તરફ વોર્ડ નંબર 16ના AAPના નગરસેવક વિપુલ મોવાલિયા પાસે પાર્ટીએ ખુલાસો માગ્યો છે. પાર્ટીમાંથી કાઢી કેમ ન મૂકવા તે માટે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમના પર ભાજપના ઈશારે પાર્ટીમાં ભંગાણની પ્રવૃત્તિનો આરોપ છે.

surat :  ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં (AAP) ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગઈકાલે પણ AAPના ત્રણ નગરસેવકોને ભાજપ દ્વારા ફોડવાનો આક્ષેપ બાદ હવે આમ આદમી પાર્ટીના 3 નગર સેવક ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. AAPના 3 મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે, ઋતા દુધાગરા, જ્યોતિકા લાઠીયા અને ભાવના સોલંકી ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે. ત્રણેય આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે.

તો બીજી તરફ વોર્ડ નંબર 16ના AAPના નગરસેવક વિપુલ મોવાલિયા પાસે પાર્ટીએ ખુલાસો માગ્યો છે. પાર્ટીમાંથી કાઢી કેમ ન મૂકવા તે માટે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમના પર ભાજપના ઈશારે પાર્ટીમાં ભંગાણની પ્રવૃત્તિનો આરોપ છે. તેઓ ભાજપના નેતાઓના સહકારથી ફોર્ચ્યુનર કાર લઈને ફરતા હોવાનો અને AAPના અન્ય લોકોને પણ લોભામણી ઓફર આપતા હોવાનો આરોપ છે. તેમણે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપ પાસેથી પૈસા લઈને આપ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. મહત્વનું છે કે ગઈકાલે પણ AAPના ત્રણ નગરસેવકોને ભાજપ દ્વારા ફોડવાનો આક્ષેપ કરાયો હતો. AAPના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ કહ્યું કે- વિપુલ મોવલિયા વોર્ડ વિસ્તારમાં જનતાના કામો નહોતા કરતા. પાર્ટીના કોઈપણ સૂચનોનું પાલન કરતા નથી. અને પાર્ટીના સંગઠનમાં અસંતોષ ફેલાય તેવો જૂથવાદ કરવાનો પ્રયત્ન કરતા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે ટુંક સમયમાં લેવાશે નિર્ણય, કેન્દ્રએ રાજ્ય સરકારને આપી આ સૂચના

આ પણ વાંચો : World Cancer Day: વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ જ શા માટે મનાવવામાં આવે છે? આવો જાણીએ ઇતિહાસ

g clip-path="url(#clip0_868_265)">