ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ, ATS આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને ધંધુકા લઈ રિ-કન્સ્ટ્રક્શન કરશે
ગુજરાત ATSની ટીમ મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને ધંધુકા લઈ જશે. આરોપીઓએ કિશન ભરવાડની હત્યા કરવામાં માટે કેવી રીતે, ક્યાં રેકી કરી અને ફાયરિંગ કર્યું તે સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રક્શન (Re-construction)કરવામાં આવશે.
ધંધુકાના (Dhandhuka)કિશન ભરવાડ હત્યા કેસમાં (Kishan Bharwad murder case)આજે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ગુજરાત ATSની ટીમ મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને ધંધુકા લઈ જશે. આરોપીઓએ કિશન ભરવાડની હત્યા કરવામાં માટે કેવી રીતે, ક્યાં રેકી કરી અને ફાયરિંગ કર્યું તે સમગ્ર ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રક્શન (Re-construction)કરવામાં આવશે. હત્યારાઓ રેકી કરી હતી તે રોડ પર રિ-કન્સ્ટ્રક્શન કરાશે. ધંધુકા મોઢવાળા દરવાજા પાસે ફાયરિંગની હકીકત મેળવવામાં આવશે. ઘટનાના રિ-કન્સ્ટ્રક્શન બાદ સર મુબારક દરગાહ પાસે તપાસ કરવામાં આવશે. દરગાહ પાસે આરોપીએ હથિયાર અને બાઈક છૂપાવ્યા હતા. તે અંગેની હકિકત મેળવી તપાસ હાથ ધરશે. ઘટના સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
3 આરોપીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. કોર્ટે ત્રણેય આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં આર્થિક મદદ કરનાર ધંધૂકાના મતીન મોદન, પોરબંદરમાં સાજન ઓડેદરા હત્યાના ષડયંત્રમાં મદદ કરનાર હુસૈન મિસ્ત્રી અને અમીન સેતાનીને રિમાન્ડ પર મોકલાયો છે. આરોપીઓને કોર્ટ રજૂ કરતા પહેલા કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.તો બીજી તરફ આરોપીના વકીલે આક્ષેપ કર્યા અને કહ્યું કે ગુજસીટોક એક્ટ જબરદસ્તી લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ, AAPના 3 મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા
આ પણ વાંચો : ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે ટુંક સમયમાં લેવાશે નિર્ણય, કેન્દ્રએ રાજ્ય સરકારને આપી આ સૂચના