Death: ગુજરાતમાં ઉત્તરાયણ પર બપોર સુધીમાં જ દુર્ઘટનાઓની વણઝાર, મહેસાણામાં બાળકી અને વડોદરામાં યુવકનું ગળુ કપાતા મોત
સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ દોરીના કારણે ઇજા થવાની ઘટનાઓ અમદાવાદમાં (Ahmedabad) બની છે. બપોર સુધીમાં દોરીના કારણે ગળા અને હાથ પગ કપાવાની 29 ઘટનાઓ સામે આવી છે. તો વહેલી સવારે 9 વાગ્યા સુધીમાં જ 108 સેવા દ્વારા 807 ઇમરજન્સી કોલ રિસીવ કર્યા હતા.
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની સાથે દોરીથી ઘાયલ થવાના અને ધાબા પરથી પડી જવાના અનેક બનાવો સામે આવ્યા છે. રાજ્યભરમાં બપોર સુધીના બનાવોની વાત કરીએ તો દોરીથી ઇજા થવાના 29 બનાવો આવ્યા છે. તો સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની 170 ઘટનાઓ બની છે. ધાબા પરથી પડી જવાના કુલ 73 બનાવો બન્યા છે. અમદાવાદમાં સૌથી વધુ દોરી વાગવાના 14 બનાવો બન્યા છે. અમદાવાદમાં ધાબા પરથી પડવાની 16 ઘટનાઓ બની છે. તો સવારે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108 ઇમરજન્સી સેવાના 807 કોલ આવ્યા છે.
Various cases of injuries and mishaps reported across #Gujarat on #Uttarayan2023 #MakaraSankranti #MakarSankranti2023 #TV9News pic.twitter.com/k0bm9cNt7Z
— Tv9 Gujarati (@tv9gujarati) January 14, 2023
સમગ્ર રાજ્યમાંથી સૌથી વધુ દોરીના કારણે ઇજા થવાની ઘટનાઓ અમદાવાદમાં બની છે. બપોર સુધીમાં દોરીના કારણે ગળા અને હાથ પગ કપાવાની 29 ઘટનાઓ સામે આવી છે. તો વહેલી સવારે 9 વાગ્યા સુધીમાં જ 108 સેવા દ્વારા 807 ઇમરજન્સી કોલ રિસીવ કર્યા હતા. વર્ષ 2022માં આ સંખ્યા 698 હતી, તો 2022 કરતા 109 કોલ વધારે આવ્યા છે. આ ઉપરાંત 12 વાગ્યા સુધીમાં કુલ 1355 ઇમરજન્સી કોલ આવ્યા, જ્યારે 2022માં 1196 કોલ આવ્યા હતા, આ કોલ 2022 કરતા 159 કોલ વધારે છે.
પતંગની દોરી બની મોતની દોરી
મહત્વનું છે કે આજે મહેસાણામાં ચાઇનીઝ દોરીએ લીધો 4 વર્ષીય બાળકીનો જીવ ગયો છે. વિસનગરના કડા દરવાજા નજીક 4 વર્ષીય બાળકીનું ચાઈનીઝ દોરી વાગતાં મોત થયુ છે. માતા બાળકીને તેડીને જતી હતી એ વખતે ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી. તો વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મોત થયુ છે. દશરથ બ્રિજ પર પતંગની દોરીથી ગળુ કપાતા યુવકનું મોત થયુ છે. રિંકુભાઈ નામના 35 વર્ષીય યુવકનું મોત થયુ છે.
35 years old died after fatal Chinese kite thread injury in #Vadodara #MakaraSankranti #MakarSankranti2023 #TV9News pic.twitter.com/o0nLVODzFk
— Tv9 Gujarati (@tv9gujarati) January 14, 2023
આજે રાજકોટના ગોંડલની આશાપુરા ચોકડી પાસે પતંગની દોરી વચ્ચે આવી જતા યુવકને દાઢીના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. કામ અર્થે યુવાન બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે અચાનક વચ્ચે દોરી આવી જતા દાઢીના ભાગે 17 ટાંકા આવ્યાં છે. ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ છે. તો રાજકોટમાં જેતપુરના રામજી મંદિર પાસે પતંગ ચગાવતી વખતે આધેડ અગાસી પરથી નીચે પટકાયા હતા. જે પછી આધેડને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી આધેડને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા છે.
આ તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે. યુવકના ગળામાં દોરી આવતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાજર તબીબોએ ગળાના ભાગે ટાંકા લઈ યુવકની સારવાર કરી હતી. મકરસક્રાંતિ પર્વ નિમિતે ગાયો માટે ચારો લેવા યુવક ઘરની બહાર નિકળ્યો હતો, જ્યાં તે ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયો.
પંચમહાલમાં રેણા પાસે ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતુ. યુવક પોતાના ઘરેથી બાઇક લઈને પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે આ ઘટના બની હતી. ગળામાં ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો હતો.
Fatal Chinese manja slits throat of a man in Idar, #Sabarkantha #Uttarayan2023 #MakaraSankranti #MakarSankranti2023 #Gujarat #TV9News pic.twitter.com/vYTI4opcsT
— Tv9 Gujarati (@tv9gujarati) January 14, 2023