Video : સી.આર. પાટીલે સુરતમાં કરી ઉત્તરાયણની ઉજવણી, સાવચેતી રાખીને ઉજવણી કરવા જનતાને કરી અપીલ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં (Surat) ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. સી આર પાટીલે સુરતમાં પતંગ ઉડાવી હતી. તેમણે ભાજપના કાર્યકરો સહિત ગુજરાતની જનતાને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે, ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ પતંગના પર્વ નિમિત્તે આકાશી પેચ લડાવ્યો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં ઉત્તરાયણનો પર્વ મનાવ્યો. સી આર પાટીલે સુરતમાં પતંગ ઉડાવી હતી. તેમણે ભાજપના કાર્યકરો સહિત ગુજરાતની જનતાને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો સાથે જ જનતાને સાવચેતી અને સલામતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી હતી. તો ભાજપના કાર્યકરોને ઉત્તરાયણના પર્વ પર કોઇ ઇજાગ્રસ્ત થાય તો તેમને મદદરુપ થવા માટે તૈયારી રહેવા જણાવ્યુ હતુ.
Political leaders celebrate #MakarSankranti, wish people to have a safe & Chinese thread-free #MakarSankranti #MakarSankranti #MakarSankranti2023 #Gujarat #TV9News pic.twitter.com/P9kn5mqv1p
— Tv9 Gujarati (@tv9gujarati) January 14, 2023
મહત્વનું છે કે, આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મતવિસ્તારમાં આવતા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્યો અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી, તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુરમાં પતંગ ચગાવી હતી. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટની પ્રકાશ સોસાયટીમાં પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉત્સવ ઉજવ્યો હતો.
વડોદરામાં સાંસદ રંજન ભટ્ટે પણ પરિવાર સાથે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી. જ્યારે સુરતમાં ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ પતંગોત્સવની ઉજવણી કરી. આ તરફ કૃષિપ્રધાન રાઘવજી પટેલે પણ પતંગના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. તમામ દિગ્ગજોએ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા સાથે સાચવેતી સાથે ઉજવણી કરવા અપીલ કરી.
મહત્વનું છે કે, મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક છે. આ તહેવાર સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી માટે પતંગરસીકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાો પેચ લડાવવામાં મશગૂલ થયા છે અને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામતુ જોવા મળી રહ્યુ છે.