કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા, સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,  મેયર કિરીટ પરમાર   અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે તેમનું  સ્વાગત કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 12:07 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah)અમદાવાદ પહોંચ્યા છે. તેવો પરિવારના સામાજીક પ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ(Ahmedabad)આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા,  મેયર કિરીટ પરમાર   અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે તેમનું  સ્વાગત કર્યું હતું.

આ ઉપરાંત તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એરપોર્ટથી સીધા ઘરે જવાના રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગષ્ટથી  ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા. આ દરમ્યાન તેમણે પોતાના સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કોરોનાનો પ્રથમ ડોઝ સમગ્ર જિલ્લાના લોકોને લાગી જાય તેવું આયોજન કરવા માટે પણ વહીવટીતંત્રને નિર્દેશ આપ્યા હતા.

અમદાવાદ શહેરના તળાવોના બ્યુટીફીકેશન માટે પણ અનેક સૂચનો કર્યા હતા. તેમજ તળાવમાં ઠલવાતા ગટર પાણીને બંધ કરીને તેની સ્થાને નર્મદાના નીરથી તેને ભરવા માટે સૂચન કર્યા હતા.

આ ઉપરાંત તેમણે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકાની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ  વાંચો : Gujarat માં પીએમ મોદીના જન્મ દિવસને રાજ્ય સરકાર આ રીતે ઉજવશે, જાણો વિગતે

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021: ચતુર્થી પર ચંદ્ર દર્શન બાદ ભગવાન કૃષ્ણ પર લાગ્યો હતો ચોરીનો આરોપ !

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">