AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi કેબલ બ્રિજ દુર્ઘટનાના બે આરોપીએ નિયમિત જામીન માટે હાઇકોર્ટેમાં અરજી કરી

. દુર્ઘટના સમયે 150 લોકોની કેપેસિટી સામે 500 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા. પોલીસે બેદરકારી રાખી ટિકિટ વહેચણી કરવા મામલે આ બે લોકોની ધરપકડ કરી હતી. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે દુર્ઘટનાના દિવસે આ 2 વ્યક્તિઓએ 3165 ટિકિટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો.

Morbi કેબલ બ્રિજ દુર્ઘટનાના બે આરોપીએ નિયમિત જામીન માટે હાઇકોર્ટેમાં અરજી કરી
MorbI bridge Bail Application
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 7:43 AM
Share

ગુજરાતના(Gujarat)  મોરબીમાં કેબલ બ્રિજ(Morbi bridge tragedy)  દુર્ઘટનાના બે આરોપીઓએ નિયમિત જામીન માટે હાઇકોર્ટેમાં અરજી કરી છે. જેમાં બંને આરોપી મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે અરજી કરી છે. આ બંને આરોપી કેબલ બ્રિજ ખાતે ટિકિટ વહેચણીનું કામ કરતા હતા. જેમાં દુર્ઘટના સમયે નિર્ધારિત સંખ્યા કરતા વધુ ટિકિટ વહેચાયા હોવાનું ખુલાસો થયો હતો. દુર્ઘટના સમયે 150 લોકોની કેપેસિટી સામે 500 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા.

પોલીસે બેદરકારી રાખી ટિકિટ વહેચણી કરવા મામલે આ બે લોકોની ધરપકડ કરી હતી. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે દુર્ઘટનાના દિવસે આ 2 વ્યક્તિઓએ 3165 ટિકિટ વેચી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો.

ઉલ્લેખનીય છે કે,  આ પૂર્વે ગુજરાતના મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી અલ્પેશ ગોહિલ,દિલીપ ગોહિલ અને પ્રકાશ ચૌહાણના હાઇકોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જેમાં આરોપી દુર્ઘટના અગાઉ બ્રીજના સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા હતા. જેમાં તેમને મેનેજમેન્ટ સાથે સીધા કોઈ લેવાદેવા નહીં હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેની સુનાવણી માટે હાઇકોર્ટે બંને આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા છે.

મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મુદ્દે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યુ હતુ કે આ કેસને હાલ પુરતુ પૂર્ણ વિરામ આપવુ જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. મોરબી કેબલ બ્રિજની નિર્માતા કંપનીએ અગાઉ વળતરની રકમ જમા કરાવી હતી અને બાકીની બેલેન્સ એમાઉન્ટ 14.62 કરોડ રૂપિયા આજે જમા કરાવી છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે વચગાળાના વળતર માટે 14.62 કરોડ રૂપિયા જમા કર્યા છે.

135 લોકોના મોત થયા હતા

ઓરેવા ગૃપે પણ ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે કરેલા આદેશ મુજબ બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર તરીકે 14.62 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે આ રકમ બેલેન્સ એમાઉન્ટ, વચગાળાના વળતર પેટે જમા કર્યા છે. ગત વર્ષે 30 ઓક્ટોબર મોરબીમાાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા.

કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચને જાણ કરી હતી કે તેમણે પીડિતોને વચગાળાની રાહત તરીકે ચુકવવા માટે 14.62 કરોડની સમગ્ર રકમ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળમાં જમા કરી છે. જેમાં વળતરની સમાન રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">