Banaskantha : LCB કોન્સ્ટેબલને થપ્પડ મારવાનો વકીલ પર આરોપ, કાર અથડાવવા મુદ્દે થઈ હતી બબાલ
LCB પોલીસ કોન્સટેબલ અને વકીલ વચ્ચે કાર અથડાવવા મુદ્દે બબાલ થઈ હતી. જેને કારણે મામલો ગરમાયો હતો. જોકે LCBના અન્ય સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયુ હોવાની ઘટના સામે આવી છે. LCBના કોન્સ્ટેબલ અને વકીલ વચ્ચે કાર અથડાવવા મુદ્દે બબાલ થઈ હતી જેને લઈ મામલો બીચક્યો હતો. વકીલે LCB કોન્સ્ટેબલને લાફો માર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ભૂલ કોની હતી તે મુદ્દાને અલગ રાખી બોલાચાલી કરવામાં આવી હતી. ઘટનાને લઈ મામલો ગરમાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં નહેરૂબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, એક્ટિવા પર આવેલા ત્રણ ઈસમો 50 લાખ લૂંટી થયા ફરાર
મહત્વનુ છે કે સ્થાનિકો દ્વારા આ વકીલ અને પોલીસને અલગ પાડવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જોકે વકીલે કોન્સટેબલને લાફો મારવાની ઘટના ઘટતા મામલો ઉગ્ર બન્યો હોવાનું બહાર આવ્યું હતું. LCBના અન્ય સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. બે જવાબદાર પોસ્ટ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે આવી બોલાચાલી થતાં લોકો પણ સ્તબ્ધ થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
