Video : અમદાવાદની જુડવા બહેનોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, શ્રીલંકન સોંગ પર ગુજરાતીઓના સ્ટેપ જોઈને યુઝર્સ દંગ રહી ગયા

તાજેતરમાં અમદાવાદની બે જુડવા બહેનોનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ગુજરાતીઓના ડાન્સ સ્ટેપ જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : અમદાવાદની જુડવા બહેનોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, શ્રીલંકન સોંગ પર ગુજરાતીઓના સ્ટેપ જોઈને યુઝર્સ દંગ રહી ગયા
Twin sisters dance to manike mage hithe song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:43 PM

Viral Video: શ્રીલંકાની ગાયક યોહાની દિલોકા ડી સિલ્વાએ ઘણા મહિનાઓ પહેલા તેના યુટ્યુબ પર મણિકે મેગે હિત ગીત અપલોડ કર્યું હતું. જોકે આ ગીતનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે હવે અમદાવાદની જુડવા બહેનો શ્રી નાણાવટી અને શ્રેયા નાણાવટીએ માણિકે માગે હિતે સોંગ પર ડાન્સ વીડિયો (Dance Video) શેર કર્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો સૌ કોઈ યોહાનીના સોંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે જુડાવા બહેનો શ્રી અને શ્રેયા માણિકે માગે હિતે સોંગ (Manike Mange hithe) પર અદભુત ડાન્સ કરતી જોવા મળે છે. શ્રીલંકન સોંગ પર ગુજરાતીઓનો ડાન્સ યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે. આ જુડવા બહેનોનો ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

જુઓ વીડિયો

જુડવા બહેનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર shreya_nanavatyના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું કે ‘જ્યારે તમારી બહેન એક જ શહેરમાં નથી રહેતી ત્યારે કંઈ પણ જૂનો ટ્રેન્ડ નથી હોતો.’

‘માણિકે માગે હિતે’ સોંગને ભારતની દરેક સેલિબ્રિટીએ પસંદ કર્યું છે. આ સોંગ અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવ્યું હતું. યોહાનીએ બોલિવૂડના શ્રેષ્ઠ સંગીતકાર સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. યોહાનીએ કહ્યું હતું કે તે બોલિવૂડ સિંગર્સ સાથે કામ કરવા માંગે છે.

આ પણ વાંચો: OMG : પત્નીએ પતિના ખાતામાંથી ઉડાવ્યા 4 કરોડ, આ મહિલાની ચોરી કરવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો: Video : મગર સાથે સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા ! ગુસ્સે થયેલા મગરે હુમલો કરતા યુવકના હાલ થયા બેહાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">