Ahmedabad: હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાણીપીણીના એકમો પર આરોગ્ય વિભાગની તવાઈ

હોળી-ધુળેટીના તહેવારને લઈને AMCના હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હેલ્થ વિભાગ દ્વારા વિવિધ ખાણીપીણી એકમોના નમુના લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 7:12 AM

હોળી-ધૂળેટીના (Holi 2022) તહેવારને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે. તહેવાર નજીક હોવાથી આરોગ્ય વિભાગ (health department) હવે ઠેર-ઠેર ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે. મીઠાઈ અને ફરસાણ સહિતની ખાણીપીણીની દુકાનો (food Shop) પર દરોડા પાડી આરોગ્ય વિભાગ અખાદ્ય ચીજોનો નાશ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Department of Food and Drugs) દરોડા પાડી સેમ્પલ લીધા છે.

હોળી-ધુળેટીના તહેવારને લઈને AMCના હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હેલ્થ વિભાગ દ્વારા વિવિધ ખાણીપીણી એકમોના નમુના લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બટર, ચટણી, સોસ, વેજીટેબલ ફેટ, સ્નેક્સ ટોપિંગના નમુના લેવામાં આવ્યા છે. જયભવાની દાબેલી, કર્ણાવતી દાબેલી, પુરોહિત સેન્ડવીચ, હાંડી મસાલા સહિત 19 એકમોના નમુના લેવાયા છે.

જો કે હેલ્થ વિભાગ દ્વારા બે મહિના અગાઉ લેવાયેલા 296 નમુનામાંથી 11 નમુના ફેલ થયા છે. જેમાં બેકરી પ્રોડક્ટ , ફરસાણ અને નમકીન, દૂધ અને દૂધની બનાવટના 11 નમુના ફેલ થયા અને હવે જે એકમના નમૂના ફેલ થયા છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

તહેવારોના સમયે મોટાભાગે ખાણીપીણીના એકમો દ્વારા ભેળસેળ યુક્ત ખોરાક આપવામાં આવતા હોવાના અનેક કિસ્સા અગાઉ પણ સામે આવેલા છે. તહેવારના સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે અને ખાણીપીણીના એકમો પર ચેકિંગ હાથ ધર્યા છે.

આ પણ વાંચો- Kutch : સાગર પરિક્રમાના પ્રથમ તબકકાનો માંડવીથી પ્રારંભ, 215 લાભાર્થીઓને 92.82 લાખની સહાય અપાઈ

આ પણ વાંચો- ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">