PSIની પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપીઓ પોલીસ સકંજામાં, આ રીતે પડાવતા હતા પૈસા
PSIની ભરતી પરીક્ષા પહેલાં જ કેટલાક લેભાગુ તત્વો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરવા એક્ટિવ થતાં હોય છે, ત્યારે સરકાર વારંવાર આ અંગે સચેત કરી રહી છે કે PSIની ભરતીની લાંબા સમયથી તૈયારી કરતા યુવકોએ કોઈની લાલચમાં આવી પૈસા આપવાથી દૂર રહેવું જોઈએ.
સરકારી પરીક્ષા (Government examination) ના પેપર ફૂટી જવાની (paper Leak)ઘટનાઓ ઓછી હતી તો એમાં હવે રૂપિયા લઈને પરીક્ષા પાસ કરાવી આપવાની વધુ એક ઘટના ઉમેરાઈ છે. PSIની પરીક્ષામાં પાસ કરાવવા (PSI recruitment scam) લાખો રૂપિયા ખંખેરનારા 2 વ્યક્તિ ઝડપાઈ ગયા છે, પરંતુ આ આખો ખેલ કેવી રીતે પાર પડાયો અને પછી શું થયું એની સિલસિલાબંધ હકીકત જાણવા જેવી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરીવાર પીએસઆઈની પરીક્ષા પહેલા લેભાગુ તત્વો સક્રિય થયા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યુ કે, આ મામલે બનાસકાંઠા પોલીસે ભરત નામના એક શખ્સની અટકાયત કરી છે. આરોપ મુજબ ભરત ચૌધરીએ PSIની ભરતી પેટે પરીક્ષાર્થીઓ પાસેથી 22 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. જે પેટે 10 લાખ રૂપિયા એડવાન્સ લેવામાં આવ્યા હતા.
આક્ષેપ મુજબ જેમના પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે તેવા વિદ્યાર્થીઓને જેટલા પ્રશ્નોના જવાબ આવડે તેટલા લખવા અને બાકીના પ્રશ્નો ખાલી રાખવા કહેવાતું. જે બાદ આગળ જવાબ લખાઈ જશે તેવી બાંહેધરી આપી રૂપિયા પડાવવામાં આવતા હતા. આ રીતે 8થી 9 વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા. બનાસકાંઠા પોલીસે ઝડપેલા ભરત ચૌધરીએ અગાઉ હાઈકોર્ટ પ્યુનના પેપરમાં પણ પૈસા ઉઘરાવ્યા હતા. તો અગાઉની કેટલીક સરકારી ભરતીઓની ગેરરીતિમાં પણ ભરત ચૌધરીનું નામ સામે આવ્યું હતું.
આ તરફ બનાસકાંઠા પોલીસ વડાનું કહેવું છે કે PSIની પરીક્ષાને લઈ પોલીસ સતર્ક હતી. એક વર્ષ અગાઉ આચરેલી છેતરપિંડીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવવાના બહાને આરોપીએ 5 લાખની છેતરપિંડી પણ આચરી હતી.
PSIની ભરતી પરીક્ષા પહેલાં જ કેટલાક લેભાગુ તત્વો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરવા એક્ટિવ થતાં હોય છે, ત્યારે સરકાર વારંવાર આ અંગે સચેત કરી રહી છે કે PSIની ભરતીની લાંબા સમયથી તૈયારી કરતા યુવકોએ કોઈની લાલચમાં આવી પૈસા આપવાથી દૂર રહેવું જોઈએ. આ રીતે જ આ કૌભાંડીઓને નાથી શકાશે.
આ પણ વાંચો-
Mandi: અમદાવાદના સાણંદ APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2035 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો-