Monsoon 2022: રાજ્યમાં પાંચ દિવસ રહેશે સાર્વત્રિક વરસાદ, તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 7.8 અને 9 જુલાઈએ ભારે વરસાદ રહેશે. જેમાં વલસાડ નવસારી સૌરાષ્ટ્ર કચ્છ. દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ રહેશે. તો આજે દિવ. ગીર સોમનાથ. જુનાગઢ. દ્વારકા. વલસાડ માં ભારે વરસાદ રહેશે. 8 જુલાઈએ જામનગર તેમજ વલસાડ. નવસારી. સૌરાષ્ટ્ર. કચ્છ. દ્વારકા. પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.

Monsoon 2022: રાજ્યમાં પાંચ દિવસ રહેશે સાર્વત્રિક વરસાદ, તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારેથી અતિભારે વરસાદની આગાહી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 06, 2022 | 2:59 PM

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી મેહુલિયો (Rain) મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે હજુ ઓન આ મેહુલિયો વધુ પાંચ દિવસ મન મુકીને વરસી શકે તેવી આગાહી (forecast) હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ (Meteorology Department) એ વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગામી 7.8 અને 9 જુલાઈએ ભારે વરસાદ રહેશે. જેમાં વલસાડ નવસારી સૌરાષ્ટ્ર કચ્છ. દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ રહેશે. તો આજે દિવ. ગીર સોમનાથ. જુનાગઢ. દ્વારકા. વલસાડ માં ભારે વરસાદ રહેશે. 8 જુલાઈએ જામનગર તેમજ વલસાડ. નવસારી. સૌરાષ્ટ્ર. કચ્છ. દ્વારકા. પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે.

એટલું જ નહિ પણ રાજ્યમાં સારો વરસાદ રહેવાની આગાહી પણ કરાઇ છે. રાજ્યમાં આજે લો પ્રેસર એરિયા ના કારણે વરસાદ રહેવાની આગાહી છે. દ્વારકા. જામનગર. પોરબંદર. જૂનાગઢ. દિવમાં સારો વરસાદ.

હવામાન વિભાગે જણાવ્યું કે મોન્સૂન ગુજરાત તરફથી પાસ થઇ રહ્યું છે કચ્છ તરફથી એટલે સારો વરસાદ રહેશે. તેમજ રાજ્યને લઈને સિસ્ટમ સારી ચાલી રહી છે. જેના કારણે પણ સારો વરસાદ રહેશે. તેમજ પાંચ દિવસ માટે દરિયાઈ સીમા પર 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતાને જોતા અને વરસાદને કારણે ફિશરમેન વોરિંગ જાહેર કરી ફિશરમેન ને દરિયો ન ખેડવા સુચના આપી દેવાઈ છે.

આ પણ વાંચો

તેમજ અમદાવાદને લઈને ઓન હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું જણાવવું છે કે પાંચ દિવસ અમદાવાદમા છૂટો છવાયો અને સમાન્ય વરસાદ રહેશે. કેમ કે અમદાવાદમાં ભારે વરસાદની હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી.

તો રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો અને કેટલો બાકી તેનાવરસાદી આંકડા જોઈએ તો…

  • સૌરાષ્ટ્રમાં 128 mm ની સામે 124 mm વરસાદ થઈ ગયો.
  • ગુજરાત રિજયનમાં 195 mm ની સામે 154 mm થઇ ગયો
  • ગુજરાત રાજ્યમાં 157 mm ની સામે 137 mm થઇ ગયો
forecast1

forecast

ઉપરનો નકશો 6 જુલાઇએ સવારે 8:30 થી 7 જુલાઈ સવારે 8:30 સુધીની આગાહી દર્શાવે છે.

forecast

forecast

ઉપરનો નકશો 7 જુલાઇએ સવારે 8:30 થી 8 જુલાઈ સવારે 8:30 સુધીની આગાહી દર્શાવે છે.

forecast

forecast

ઉપરનો નકશો 8 જુલાઇએ સવારે 8:30 થી 9 જુલાઈ સવારે 8:30 સુધીની આગાહી દર્શાવે છે.

forecast

forecast

ઉપરનો નકશો 9 જુલાઇએ સવારે 8:30 થી 10 જુલાઈ સવારે 8:30 સુધીની આગાહી દર્શાવે છે.

forecast

forecast

ઉપરનો નકશો 10 જુલાઇએ સવારે 8:30 થી 11 જુલાઈ સવારે 8:30 સુધીની આગાહી દર્શાવે છે.

g clip-path="url(#clip0_868_265)">