Ahmedabad: ઘરેલું ગેસમાંથી કોમર્શીયલ ગેસ બનાવવાનું કૌભાંડ, આ રીતે કરતા હતા ગોરખધંધા
ચોક્કસ ગ્રાહકોની એક યાદી પણ મુખ્ય આરોપી પુનમભાઈ ભાણાભાઈ પરમાર પાસે હતી જે લોકો તેમની પાસેથી કોમર્શીયલ ગેસની બોટલો કાયમ ખરીદતા હતા અને તેવા જ લોકોને ગેસની બોટલ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે
અમદાવાદ (Ahmedabad) માં ઘરેલું ગેસ (domestic gas) ની બોટલમાંથી કોમર્શીયલ ગેસની બોટલોમાં ગેરકાયદે રિફીલિંગ કરી સિલિન્ડર વેચવાના કૌભાંડ (scam) નો પોલીસે પર્દાફાશ કર્યો છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા સુએઝ ફાર્મમાં ખુલ્લા પ્લોટમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમર્શીયલ ગેસના બાટલા બનવતા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. દાણીલીમડા પોલીસની ગિરફતમાં આવેલા આ પાંચેય શખ્શો સુએઝ ફાર્મ પાસે ક્રિષ્ના ફાર્મમાં ઘરેલું ગેસના બોટલની માંથી કોમર્શીયલ ગેસની બોટલ બનાવતા હતા અને મોંઘા ભાવે વેચતા હોવાની બાતમીના આધારે ડીસીપી ના સ્કોવડે અને દાણીલીમડા પોલીસે દરોડા પાડ્યા ત્યારે આ ક્રિષ્ના ફાર્મમાં પાંચ જેટલા લોકો આ એક ગેસની બોટલ માંથી બીજા ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા રંગેહાથ ઝડપાયા છે. દાણીલીમડા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ભારત ગેસ,ઇન્ડિયન ગેસ તથા એચ.પી ગેસની 332 બોટલો કબજે કરવામાં આવી છે જેમાંથી 23 જેટલી બોટલો ગેસથી ભરેલી હોવાનું સામે આવ્યું હતું.
આરોપી પુનમ ભાણા પરમાર, હરીશ નાગજી પરમાર, ગણપિ માવજી પરમાર, ભરિ ગણપિભાઇ સોલંકી તથા કલાજી ધુડા પરમારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સિલિન્ડર રિફીલિંગ કૌભાંડનો મુખ્ય આરોપી પુનમ પરમાર હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા ચારેક મહિનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો છે. સામન્ય રીતે કોમર્શીયલ ગેસની બોટલની બજાર કીમત 1700 રૂપિયામાં મળતી હોય છે અને પકડાયેલ આરોપીઓ 1000 રૂપિયામાં કોમર્શીયલ ગેસની બોટલ વેચતા હતા. જેનું કારણ કોર્મશીયલ ગેસમાં માત્ર 6 થી 7 કિલો ગેસ ભરેલો હોય જોકે 19 કિલો ગેસ હોવો જોઈએ.
સરખેજ અને પાલડી માંથી વિસ્તારમાં આવેલી યુનિટી નામની એક એજન્સીમાંથી ઘરેલુ સિલિન્ડર બોટલો લાવતા હતા અને સુએઝ ફાર્મ નજીક આવેલા ખુલ્લી જગ્યામાં ગેસ રીફીલીંગ મશીન વડે એક ગેની બોટલ માંથી બીજા ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા અને ચોક્કસ ગ્રાહકોની એક યાદી પણ મુખ્ય આરોપી પુનમભાઈ ભાણાભાઈ પરમાર પાસે હતી જે લોકો તેમની પાસેથી કોમર્શીયલ ગેસની બોટલો કાયમ ખરીદતા હતા અને તેવા જ લોકોને ગેસની બોટલ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે હાલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કબજે કરવામાં આવ્યો છે જેમાં વજન કાંટો અને રીફીલીંગ મશીન પણ દાણીલીમડા પોલીસે જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.