ગુજરાતની સિદ્ધિઓમાં વધુ એક સિમાચિન્હ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ 2020માં ગુજરાત ટોપ એચીવર

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્માલા સિતારમણે આ BRAP 2020 રેન્કીંગ જાહેર કર્યા છે તેમાં DPIIT એ સૂચવેલા 301 જેટલા રિફોર્મ્સના 100 ટકા પાલનમાં દેશના માત્ર બે રાજ્યો પૈકીનું એક રાજ્ય ગુજરાત બન્યું છે.

ગુજરાતની સિદ્ધિઓમાં વધુ એક સિમાચિન્હ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ 2020માં ગુજરાત ટોપ એચીવર
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 5:26 PM

કેન્દ્ર સરકાર (Central Government) ના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન BRAP 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં ગુજરાતે (Gujarat) ટોપ એચીવર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90 ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાતે દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્માલા સિતારમણે આ BRAP 2020 રેન્કીંગ જાહેર કર્યા છે તેમાં DPIIT એ સૂચવેલા 301 જેટલા રિફોર્મ્સના 100 ટકા પાલનમાં દેશના માત્ર બે રાજ્યો પૈકીનું એક રાજ્ય ગુજરાત બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (Ease of doing business) ને વેગ આપવા સાથે મેઇક ઇન ઇન્ડીયાને પણ પ્રોત્સાહન આપવાની નેમથી નિયમોમાં સુધારણાને પ્રાધાન્ય આપેલું છે.

આત્મનિર્ભર ભારતની તેમની સંકલ્પના સાકાર કરવા નિયમોના સરળીકરણથી રોકાણોને પ્રોત્સાહનો અને ઉત્પાદકતાને સહયોગ આપવા પર કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ હેતુસર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT ની BRAP પાંચમી આવૃતિમાં દેશના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે 301 જેટલા રિફોર્મ્સ સૂચવવામાં આવેલા હતા. 15 જેટલા ક્ષેત્રોને આવરી લેતા આ 301 રિફોર્મ્સમાં રોકાણ સક્ષમતા, ઓનલાઇન સિંગલ વિન્ડો સિસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા, વાણિજ્યીક વિવાદ-લવાદનું નિવારણ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.

ગુજરાતે આ બધી બાબતોના 100 ટકા પાલનથી DPIITના 301 રિફોર્મ્સના અમલ કરનારા દેશના બે રાજ્યોમાં પોતાનું સ્થાન અંકિત કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આ ગૌરવ સિદ્ધિ માટે ઉદ્યોગ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, દેશના 6 ટકા ભૌગોલિક ભૂ-ભાગ અને કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના GDPમાં 8 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટમાં 18 ટકા જેટલું યોગદાન આપીને અન્ય રાજ્યો કરતાં અગ્રેસર રહ્યું છે. આના મૂળમાં ગુજરાત અને ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, વેપાર-વણજ, વ્યવહાર કુશળતા રહેલી છે.

આ પણ વાંચો

દેશના મેન્યૂફેકચરીંગ સેક્ટરની એવરેજ 18 ટકા સામે ગુજરાત 38 ટકા જેટલો હિસ્સો સ્ટેટ જી.ડી.પી માં આ સેક્ટર દ્વારા આપે છે. એટલું જ નહિ, ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીમાંથી ૧૦૦ જેટલી કંપનીઓએ ગુજરાતમાં પોતાનો વ્યવસાય કારોબાર શરૂ કર્યો છે અને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય-વૈશ્વિક બજારો સર કરી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં 35 લાખ કરતાં વધુ MSME ઉદ્યોગ સાહસિકોએ કોસ્ટ ઇફેક્ટીવ પ્રોડક્શન અને આંતરરાષ્ટ્રિય બજારોમાં સ્પર્ધાત્મકતાની આખી ઇકો સિસ્ટમ ઉભી કરી છે. રાજ્યમાં ‘જસ્ટ ઇન ટાઇમ’ સમયસર ઉત્પાદન તેમજ ઉત્પાદનો-માલ સામાનના સરળ ઝડપી પરિવહન માટે લોજિસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર સુદ્રઢપણે વિકસાવવાની જરૂરિયાત-આવશ્યકતા સ્વીકારીને એ દિશામાં ગતિશીલતાથી કાર્ય થઇ રહ્યું છે. ગુજરાતને એન્વાયરમેન્ટ પરફોમન્સ ઇન્ડેક્ષ 2020 અને 2021માં પ્રથમ ક્રમ મળ્યો છે તથા LEADS ઇન્ડેક્ષમાં 2018, 2019 અને 2021 એમ ત્રણ-ત્રણ વર્ષ સુધી સતત ગુજરાત અગ્રીમ ક્રમ મેળવતું રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃતવમાં ગુજરાત વિદેશી મૂડીરોકાણો માટે પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. દેશમાં પાછલા મહિનાઓમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણના પાંચમા ભાગ જેટલો હિસ્સો એકલા ગુજરાતમાં આવ્યો છે. IEM 2021 મુજબ ડોમેસ્ટીક મૂડીરોકાણમાં પણ ગુજરાતે 1.05 લાખ કરોડનું મૂડીરોકાણ મેળવીને દેશમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે.

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ રાજ્યમાં રિફોર્મ્સના ઓન ગ્રાઉન્ડ અમલીકરણના આધારે કરવામાં આવે છે. ઉપયોગ કર્તાઓની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન પદ્ધતિ-નિયમોમાં સુધારા માટે રાજ્ય સરકારે સતત ફિડબેક મેળવવાના આશયથી ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ કાર્યરત કરેલું છે. આ પોર્ટલ પર આવતા ફિડબેકના પરિણામે રાજ્ય સરકારને વખતો-વખત જરૂરી સુધારાઓ કરવામાં અને વર્તમાન પદ્ધતિઓને સરળ બનાવવામાં મોટી મદદ મળતી રહે છે.

રાજ્ય સરકારે ગુજરાત MSME એક્ટ-2019 અન્વયે પહેલાં ‘‘પ્રોડકશન પછી પરમિશન’’નો વ્યૂહ અપનાવીને MSME ને ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની જરૂરી પરવાનગી લેવામાંથી મુક્તિ આપી છે અને આવી પરવાનગી મેળવવા માટે વધારાના 6 મહિનાનો સમયગાળો પણ આપ્યો છે. ગુજરાતમાં વેપાર-વ્યવસાય કરનારાઓને નિયમોનું ઓછામાં ઓછું ભારણ રહે તેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવામાં આવી છે. રાજ્ય સરકારે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ માટેના લાયસન્સ રિન્યુ કરવાની પ્રથા રદ કરી છે તેમજ 9 જેટલા શ્રમ કાયદાઓમાં નાના ગુનાઓને ગુનાહિત ગણવાથી પણ મુક્તિ આપી છે.

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં વ્યવસાયીક અને નાગરિક કેન્દ્રી સેવાઓ સહિતની સેવામાં 2900 જેટલા નિયમોના પાલનનું ભારણ પણ હળવું કર્યું છે. આ બધી જ પહેલની ફલશ્રુતિ રૂપે ગુજરાતને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગ ૨૦૨૦માં ટોપ એચીવર તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">