ટીવી પર આવતા સર્વાઈવલ શો જોવાનું યુવકને કામ આવ્યું, મોતના મોઢામાંથી જીવતો બહાર આવ્યો
આકીબ 10 ફૂટ ઊંડા ભુવામાં ગરકાવ થયા બાદ અંદરની ગટર લાઇનમાં તણાઈ ગયો. અંદર 15 ફૂટે એક પાઇપ હાથમાં આવી અને સર્વાઇવલ શો જોતો હોવાથી તેણે તેનો ઉપયોગ ત્યાં કર્યો અને પાઈપ પકડી તે બહાર સુધી આવ્યો.
અમદાવાદ (Ahmedabad) હજુ વરસાદની શરૂઆત નથી થઈ ત્યાં શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે. આવા જ એક બનાવમાં ભૂવા (Sinkhole) માં સ્કૂટર સાથે ગરકાવ થયેલા ચાલકનો આબાદ બચાવ થયો. જે ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ વાયરલ થયા છે. ફતેહવાડી વિસ્તારમાં મીનહાસ પાર્કમાં રહેતો આકીબ તેની સોસાયટી સામે કામ અર્થે તેના મિત્રની સ્કૂટર લઈને ગયો અને કામ પૂરું કરી આકીબ ઘરે પરત ફરતો હતો ત્યારે સ્કૂટર લઈને નીકળતી વખતે ટાયર ફસાતા ઉભો રહ્યો. અને તે હજુ કઈ સમજે કે બેલેન્સ કરે તે પહેલાં ત્યાં ભુંવો પડ્યો અને આકીબ સ્કૂટર સાથે ભૂવામાં ગરકાવ થઈ ગયો. જે ઘટનાની જાણ આસપાસ થતા સ્થાનિકો દોડી આવ્યા. જોકે અંદર પાણીનો વહેણ વધુ હોવાથી આકીબ પાણીમાં તણાઈ ગયો.
આકીબ 10 ફૂટ ઊંડા ભુવામાં ગરકાવ થયો જ્યાં નીચે 8 ફૂટ ઉપર મોટી ગટર લાઇન હતી જેમાં આકીબ તણાઈ ને આગળ ગયો. પણ આગળ 15 ફૂટે એક પાઇપ હાથમાં આવી અને આકીબ સર્વાઇવલ શો જોતો હોવાથી તેણે તેનો ઉપયોગ ત્યાં કર્યો અને પાઈપ પકડી તે બહાર સુધી આવ્યો. બાદમાં સ્થાનિકો એ અંદર દોરડું નાખી આકીબનું રેસ્ક્યુ કરી બચાવી લીધો. જેમાં તેને ઇજા પણ થઈ. જોકે પાણીનો વહેણ વધુ હોવાથી એક્ટિવા પાણીમાં તણાઈ ગયું. જે એટકીવાના રિફંડની માંગ આર્થિક નુકશાન ની માંગ ભોગ બનનારે કરી છે. જે યુવાન સાથે ટીવી નાઈન વાતચીત કરી તો સાંભળો તે શું કહી રહ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનારે નારાજગી વ્યક્ત કરી. કેમ કે તેનો જીવ બચ્યો પણ તેના મિત્ર નું એક્ટિવા અંદર ગરકાવ થઈ તણાઈ ગયું. જે પરત આવશે કે નહીં તેની કોઈ જાણ નથી. તો પોલીસ સ્ટેશનમાં પણ હદ ને લઈને અને અય સમસ્યાને લઈને તે અરજી કરવામાં પણ હીંચકીચાહટ અનુભવી રહ્યો છે કે ફરિયાદ ક્યાં કરવી જેથી એક્ટિવાનું વળતર મળી શકે. તો આ તરફ સ્થાનિકો દ્વારા પણ શહેરમાં આ પ્રકારની લાઇનમાં AMC દવારા સમયાંતરે તપાસ કરવા માંગ કરી જેથી ફરી કોઈ આવી ઘટના ન બને.
આ ઘટનાથી તંત્રની કામગીરીને લઈને લોકોમાં નારાજગી વ્યાપી છે. તેમજ ભોગ બનનાર અને સ્થાનકો દ્વારા સમયાંતરે આ પ્રકારની લાઇનની તપાસ કરવા માંગ ઉઠી છે. જેથી શહેરમાં આવી ફરી કોઈ ઘટના ન બને. કેમ કે આ ઘટનામાં આકીબના નસીબ હતા કે તેનો બચાવ થયો પણ અન્ય ઘટનામાં કોઈના નસીબ કામ ન કરે અને તે પોતાનો જીવ ગુમાવી શકે. અને ત્યારે જવાબદાર કોણ તે સવાલ ઉભો થાય. ત્યારે આ બાબતે AMC એ પણ વિચારણા કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.