અમદાવાદમાં આવેલી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટનો લોગો બદલવામાં આવ્યો છે. આ નવા લોગોની ડિઝાઈનમાં સંસ્કૃત શબ્દોને નીચે લખવામાં આવ્યા છે. IIM દ્વારા બે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં IIMનો લોગો બદલવાનો નિર્ણય લેવાયો છે. જેમાં લોગો બદલવાનો અને IIMના ઐતિહાસિક બિલ્ડિંગના રિનોવેશનનો નિર્ણય કરાયો છે. ચાલુ વર્ષે માર્ચ મહિનાના અંતમાં જે લોગો બદલવા મામલે વિવાદ થયો હતો અને લોગો બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે હવે ફરીથી લોગોમાં બદલાવ કરીને સંસ્કૃત શ્લોકને યથાવત રાખી નવો લોગો તૈયાર કરવામાં આવ્યો છે જેને લોન્ચ કરવામાં આવ્યો.
અગાઉ માર્ચ મહિનામાં લોગો બદલવાને લઈ વિવાદ થયો હતો. જેમાં બોર્ડના સત્તાધીશો દ્વારા સંસ્કૃત ભાષાની પંક્તિઓને હટાવી દેવામાં આવી હતી. જોકે પૂર્વ ડિરેક્ટર અને પૂર્વ વિદ્યાર્થીઓના વિરોધના કારણે આ નિર્ણયને મોકુફ રાખવામાં આવ્યો હતો અને જુના લોગો યથાવત રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે બોર્ડ દ્વારા નવા લોગોમાં સંસ્કૃતની પંક્તિઓ યથાવત રાખવામાં આવી છે. આ નવા લોગોમાં અમદાવાદની જાણીતી સીધી સૈયદની જાળી પ્રકારની ડિઝાઈનને વધારે બોલ્ડ કરવામાં આવી છે. જુના લોગોમાં સીદીસૈયદની જાળી, તેના નીચે સંસ્કૃતમાં શ્લોક, જેની નીચે IIM અને ત્યારબાદ અમદાવાદનો ઉલ્લેખ હતો. પરંતુ હવે નવા લોગોમાં સીદી સૈયદની જાળીને બોલ્ડ રીતે રજૂ કરાઈ છે. આ સાથે જ લોગોની અંદર જ IIMAનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ‘વિદ્યાવિનિયોગાદ્વિકાસ’ શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
IIMની સ્થાપનાના 60 વર્ષ બાદ કેટલાક બિલ્ડિંગોમાં ક્ષતિ પણ જણાઈ રહી છે જે અંગે IIT રૂરકી દ્વારા IIM અમદાવાદના બિલ્ડીંગ અને ડોમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, એક્સપર્ટના અભિપ્રાય અને સલાહબાદ તેનું રિનોવેશન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, સંદર્ભે જુના કેમ્પસની 16 અને 18 નંબરની બિલ્ડીંગને રીનોવેટ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ આઇઆઇએમની નવી વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી, જેમાં કેટલાક મહત્વના ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.
IIM-Aના પૂર્વ ડાયરેકટ બકુલ ધોળકીયાએ લોગો બદલવાના નિર્ણયને ખોટો અને મનસ્વી ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ 1961થી IIMના લોગોમાં આ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દ સાથે IIM એ અનેક ખ્યાતિ પ્રાપ્ત કરી છે.