AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બાળકનું હૃદય ત્રણ-ત્રણ વાર બંધ થઈ જવા છતાં જીવ બચાવી લેવામાં આવ્યો

બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે બાળકને ચકાસ્યું ત્યારે માલુમ પડ્યું કે, બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિ ઝડપે ધબકતું હતું.

Ahmedabad: બાળકનું હૃદય ત્રણ-ત્રણ વાર બંધ થઈ જવા છતાં જીવ બચાવી લેવામાં આવ્યો
baby's heart was stopped three times but the life was saved
Jignesh Patel
| Edited By: | Updated on: May 05, 2022 | 6:01 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં એક બાળક (Child) અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયું. જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યું, શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું, અને છેવટે બાળક કોમામાં સરી પડ્યું. આવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને અમદાવાદમાં મેમનગર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યું હતું. સવા મહિનાના બાળકને કે જેના માતા-પિતા વ્યવસાયે એન્જિનિયર છે અને તેઓ અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારના રહેવાસી છે.

મેમનગરમાં આવેલી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થના બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે બાળકને ચકાસ્યું ત્યારે માલુમ પડ્યું કે, બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિ ઝડપે ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું. જેને કારણે બાળકના મગજ ઉપર ખૂબ જ ગંભીર અસર થઇ. બાળકને 6 વખત ખેંચ આવી ગઈ હતી, બાળક ના હૃદયનું પમ્પિંગ માત્ર પાંચ ટકા જેટલું હતું, બાળકના ધબકારા સતત અનિયમિત થઈ રહ્યા હતા, બાળકનું બીપી એટલું ઓછું થઈ ગયું હતું કે જેને માપવું પણ અશક્ય હતું. સાથે સાથે બાળકને ફેફસા ઉપર પણ ગંભીર અસરો થઇ હતી. બાળકમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે હતું. અને આ તકલીફને કારણે બાળકના લીવર અને કિડની જેવા મહત્વના અંગો પણ ફેઇલ થવા આવી ગયા હતા

ડો. હાર્દિક પટેલ , ડૉ. દેવાંગ સોલંકી અને તેમની ટીમ દ્વારા આ અતિ ગંભીર એવા બાળકની જુસ્સાભેર સારવાર ચાલુ કરવામાં આવી. બાળકને તુરંત જ વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો, હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે 4 અલગ અલગ પ્રકાર ના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા, બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી, તથા બાળકના લીવર અને કીડની જેવા મહત્વના અંગો ને સપોર્ટ કરવા માટેની દવાઓ પણ ચાલુ કરવામાં આવી.

આ સારવાર દરમિયાન બાળકનું હૃદય ખુબ જ નાજુક પરિસ્થિતિમાં હતું. અને શરૂઆતના ૪૮ કલાકમાં જ બાળકનું હૃદય ત્રણ ત્રણ વખત બંધ થઈ જવા છતાં પણ પંપીંગ કરીને ત્રણેય વખતે ચાલુ કરવામાં આવ્યું. આ ઉપરાંત હૃદયના ધબકારા છ છ વખત અનિયમિત થયા હતા છતાં પણ બાળકને છ છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા, જેને મેડિકલ ભાષામાં synchronised cardioversion કહેવાય. અને હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા .જે આ કેસનો સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો.

સાત દિવસના સતત અને સખત મહેનત ના અંતે બાળકે ઘણી ખરી રિકવરી બતાવવા લાગી.અને શરીરના નુકસાન થયેલા અંગો ધીરે-ધીરે સારી પરિસ્થિતિ માં આવવા લાગ્યા અને બાળકને વેન્ટિલેટર ઉપર થી બહાર કાઢવામાં આવ્યો. અને ધીરે ધીરે અંગો માટેના સપોર્ટ ની દવાઓ ઓછી કરવામાં આવી. અને છેવટે ૧૮ દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચે ના બાળકના યુદ્ધનો અંત આવ્યો. અને બાળકને હસતા મુખે ડિવાઇન હોસ્પિટલ ની ટીમ દ્વારા કોઈપણ જાતની ખોડખાંપણ વિના સફળતાપૂર્વક રજા આપવામાં આવી.

ડોક્ટર હાર્દિક પટેલ અને ડોક્ટર દેવાંગ સોલંકી ના જણાવ્યા મુજબ, આવા બાળકોના કેસ જવલ્લેજ જોવા મળે છે. અને તેમાંથી મોટાભાગના બાળકો સારવાર દરમિયાન જ મૃત્યુ પામે છે. અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક અને માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે. પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">