તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે બંનેને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં

તીસ્તાનાં વકીલ દ્વારા કોર્ટને તીસ્તાની સુરક્ષા માટે અરજી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આરોપીઓ તરફથી જામીન અરજી પણ કરવામાં આવશે.

તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે બંનેને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં
Teesta Setalvad and R.B. Srikumar's remand completed, the court sent both to judicial custody
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 4:31 PM

તીસ્તા સેતલવાડ (Teesta Setalvad)  અને આર.બી. શ્રીકુમાર (R.B. Srikumar) ના રિમાન્ડ પૂર્ણ થતાં તેને બંનેને આજે મેટ્રો કોર્ટ (court) માં હાજર કર્યાં હતાં. પાછલા બારણે તીસ્તાને પોલીસ કોર્ટમાં લઈ આવી હતી. તીસ્તા સેતલવાડને મીડિયાથી દૂર રાખી પાછલા બારણે કોર્ટમાં લઈ જવાયાં હતાં. મેટ્રો કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરાઈ નહોતી. જેથી કોર્ટે બંનેને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપવા આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશના પગલે તીસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાશે.

તીસ્તાનાં વકીલ દ્વારા કોર્ટને તીસ્તાની સુરક્ષા માટે અરજી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આરોપીઓ તરફથી જામીન અરજી પણ કરવામાં આવશે. જેલમાં તીસ્તાને રમખાણ કેસનાનાં આરોપીઓથી દૂર રાખવા આવે તેવી પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજીક કાર્યકર હોવાથી સુરક્ષા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

મેટ્રો કોર્ટમાં હાજર કરાયેલા તીસ્તા સેતલવાડે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે 7 દિવસમાં પોલીસ અધિકારીઓએ ટાઈમ વેસ્ટ જ કર્યો છે. 6-6 પોલીસ અધિકારીઓ મારી પૂછપરછ કરતાં હતાં, 7 દિવસમાં ફક્ત 6 થી 7 કલાક જ પૂછપરછ થઈ છે.

આ પણ વાંચો

ઉલ્લેખનીય છે કે તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં મેટ્રો કોર્ટે 26 જૂનને રોજ તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા. જેમાં પૂર્વ IPS શ્રી કુમાર અને તીસ્તા સેતલવાડ પર આક્ષેપ છે કે બંને તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તીસ્તા પર અલગ-અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ-અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. આ સાથે NGO મારફતે વિદેશી ભંડોળ મેળવવાનો પણ આરોપ છે.

તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ  SIT બનાવી છે. ATSના DIG દિપેન ભદ્રનનાનેતૃત્વમાં SITની રચના કરાઇ છે. આજે તીસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. તીસ્તા સેતલવાડ અને સાગરીતો દ્વારા અલગ અલગ જગ્યા પર ખોટા દસ્તાવજો રજૂ કરવામાં આવ્યા છે.

તીસ્તા સેતલવાડ પર ખોટા દસ્તાવેજો રજુ કરી અલગ અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તીસ્તા સામે કાયદાકીય પ્રવુત્તીને બદનામ કરવાનો પણ આરોપ છે. તીસ્તા સેતલવાડ એનજીઓ મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે તીસ્તા સામે ફરિયાદ દાખલ કરી હતી.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">