બોરસદ તાલુકાનું ભાદરણ પણ પાણીમાં ગરકાવ, 24 કલાકથી પાણી ભરાયેલાં હોવાથી લોકોને હાલાકી
સ્થાનિકોની વાત માનીએ તો કેટલાક લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. જેના પગલે પાણીનો માર્ગ બંધ થતાં આ સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને ઉપરવાસના ઉમરેઠ, ડાકોર, આણંદ, કોસિન્દ્રાનું પાણી આ પંથકમાં આવે છે.
આણંદ (Anand) જિલ્લામાં બોરસદ (Borsad) તાલુકાના સીસ્વા સહિતના ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે કેમ ગામોમાંથી 24 કલાક બાદ પણ પાણી ભરાયેલાં છે. બોરસદના ભાદરણ (Bhadran) માં પણ નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે ગામમાં 46 ગધેડાનાં મોત થયાં છે. ભાદરણ પોલીસ સ્ટેશન અને પંચાયત સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જો સ્થાનિકોની વાત માનીએ તો કેટલાક લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે. જેના પગલે પાણીનો માર્ગ બંધ થતાં આ સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને ઉપરવાસના ઉમરેઠ, ડાકોર, આણંદ, કોસિન્દ્રાનું પાણી આ પંથકમાં આવે છે. પરંતુ કાંસની સફાઇ ન થતાં પાણી ભરાઇ રહેવાની સમસ્યા સર્જાય છે.
માત્ર ઘરવખરી કે જાનમાલને જ નહીં, પરંતુ ખેતીવાડીને પણ મોટાપાયે નુકસાન સર્જાયું છે. અહીં તમાકુ ખેડૂતોનો મુખ્ય પાક છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઇ રોવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર આ સ્થિતિમાંથી ઉગારે તેવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.