Ahmedabad: તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના, દિપેન ભદ્રન SIT ચેરમેન તરીકે નિમાયા

તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે દિપેન ભદ્રનને SIT ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ (Ashish Bhatia) આ નિયુક્તિ કરી છે.

Ahmedabad: તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના, દિપેન ભદ્રન SIT ચેરમેન તરીકે નિમાયા
Teesta Setalvad (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 5:09 PM

તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ (Ashish Bhatia) SIT બનાવી છે. ATSના DIG દિપેન ભદ્રનના (Deepen Bhadran )નેતૃત્વમાં SITની રચના કરાઇ છે. આજે તીસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. તીસ્તા સેતલવાડ અને સાગરીતો દ્વારા અલગ અલગ જગ્યા પર ખોટા દસ્તાવજો રજૂ કરવામાં આવ્યા છે. તીસ્તા સેતલવાડ પર ખોટા દસ્તાવેજો રજુ કરી અલગ અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તીસ્તા સામે કાયદાકીય પ્રવુત્તીને બદનામ કરવાનો પણ આરોપ છે. તીસ્તા સેતલવાડ એનજીઓ મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે તીસ્તા સામે ફરિયાદ દાખલ કરી હતી.

તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે ATSના DIG દિપેન ભદ્રનને (Deepen Bhadran )SIT ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આ નિયુક્તિ કરી છે. જોકે ATS SP સુનિલ જોષી અને ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માન્ડલીક SITના સભ્ય રહેશે. અમદાવાદ શહેર SOGના ACP બી. સી. સોલંકી કેસના તપાસ અધિકારી રહેશે. તો મહિલા પીઆઈ સહિત ત્રણ પીઆઇનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તીસ્તાનો કબજો ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડની ધરપકડ કરી છે અને ગઈકાલે મુંબઈથી અટકાયતમાં લેવાયેલી તીસ્તા સેતલવાડને ગુજરાત ATSની ટીમ અમદાવાદ લઈ આવી છે. ATSની ટીમે તીસ્તાનો કબજો ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વીએસ હોસ્પિટલમાં તીસ્તાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. જ્યારે મેડિકલ ચેકઅપ કરાવીને તીસ્તા બહાર આવી ત્યારે તેણે મીડિયા સમક્ષ કહ્યું કે, તે જે કહેશે તે બધુ જ કોર્ટમાં કહેશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તીસ્તા પર ગાળિયો કસાયો

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તીસ્તા સેતલવાડ પર ગાળિયો કસાયો છે. તીસ્તાની પૂછપરછમાં ગોધરાકાંડ મુદ્દે અંદરના રહસ્યો ખુલી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે તીસ્તા સહિત બે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમાર સામે ફરિયાદ નોંધી છે. IPCની કલમ 468, 471, 194, 211, 218 અને 120-B મુજબ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. આરોપી વિરૂદ્ધ તોફાનોમાં સંડોવણીનો મુદ્દો સળગતો રહે તેવા બદઈરાદા હોવાનો આક્ષેપ છે. તો ઝાકિયા જાફરીની અરજી ઉપરાંત અલગ અલગ કોર્ટની પિટિશન તેમજ SITના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી અલગ અલગ કમિશનમાં રજૂ કર્યાનો પણ આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું. સુપ્રીમ કોર્ટે SIT તપાસના વખાણ કરતા કહ્યું કે જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેના વિરૂદ્ધ પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડનું નામ લઈને પણ કહ્યું હતું કે તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ તપાસની જરૂર છે..

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સામે FIR દાખલ થઈ છે. 2002ના રમખાણોમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ગેરમાર્ગે દોરવા બાબતે તિસ્તા સહિત 3 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તિસ્તા ઉપરાંત આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. 2002ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારી સામે ફોજદારી ટ્રાયલની માગ કરતી અરજી કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">