AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેકનિકલ કોલેજના પ્રોફેસરોએ ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી સહિતના 6 મુદ્દે પરિવાર સાથે યોજ્યા ધરણા, પગારમાં ભેદભાવ રાખવાનો આક્ષેપ

અમદાવાદ: હવે ટેકનિકલ પ્રોફેસરોએ તેમની પડતર માગોને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર્ ઉગામ્યુ છે. ડિપ્લોમા, ડિગ્રી-ઈજનેરીના પ્રોફેસર્સે ઉચ્ચતર પગારધોરણ, બઢતી, OPS, સહિત અલગ અલગ 6 મુદ્દાઓને લઈને કાળા કપડા ધારણ કરી પરિવાર સાથે ધરણા પર બેઠા. અધ્યાપકોની ફરિયાદ છે કે ટેકનિકલ કોલેજના પ્રોફેસરો સાથે પગારમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.

ટેકનિકલ કોલેજના પ્રોફેસરોએ ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી સહિતના 6 મુદ્દે પરિવાર સાથે યોજ્યા ધરણા, પગારમાં ભેદભાવ રાખવાનો આક્ષેપ
Narendra Rathod
| Edited By: | Updated on: Oct 31, 2023 | 8:46 PM
Share

અમદાવાદ: રાજ્યની સરકારી ટેક્નિકલ કોલેજોના અધ્યાપકોનું ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી સહિતના 6 મુદ્દાઓને લઈ આંદોલન ચાલી રહ્યું છે. પડતર માંગણીઓ મુદ્દે કોઈ હકારાત્મક પરિણામો ના મળતા ડિપ્લોમા-ડિગ્રીના અધ્યાપકોએ પરિવારજનો સાથે ધરણા યોજ્યા હતા. તેમની માંગ છે કે બધી જ કોલેજોના અધ્યાપકો એક સરખું કામ કરી રહ્યા છે તો ટેક્નિકલ કોલેજોના અધ્યાપકો સાથે ભેદભાવ કેમ રાખવામાં આવી રહ્યો છે.

ટેકનિકલ કોલેજના પ્રોફેસર્સના પરિવાર સાથે ધરણા

લોકસભા ચૂંટણી પૂર્વે પોતાની વર્ષો જૂની માંગણીઓને લઈ ડિગ્રી-ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોના અધ્યાપકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. નવરાત્રીમાં માંગણીઓને લઈ ગરબા, ધરણા યોજ્યા બાદ હવે પરિવાર સાથે કાળા કપડાં પહેરી દેખાવો યોજવામાં આવ્યા. મંગળવારે અમદાવાદની એલડી એન્જીનીયરીંગ કોલેજમાં ટેક્નિકલ અધ્યાપકોએ કાળા કપડાં પહેરી દેખાવો કર્યા. પરિવાર સાથે ધરણા અંગે અધ્યાપકોએ જણાવ્યું કે માત્ર તેઓ જ પરેશાન નથી પરંતુ તેમના પરિવારજનો પણ અન્યાયથી પરેશાન હોવાના કારણે ધરણામાં જોડાયા છે.

ટેક્નિકલ અધ્યાપકોની માંગો

આંદોલન કરી રહેલ ડિગ્રી-ડિપ્લોમા અધ્યાપકોની મુખ્ય 6 માંગો 

  • સાતમા પગારપંચના ભથ્થા કેન્દ્ર મુજબ આપવામાં આવે
  • 01/01/2016 પછી CAS ના લાભો મંજુર કરવામાં આવે
  • નવી પેંશન યોજના નાબૂદ કરો અને જૂની પેંશન યોજના લાગુ કરો
  • નિયમાનુસાર સહાયક પ્રાધ્યાપક (વર્ગ-૨) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-૧) ની બઢતી કરો
  • છેલ્લા 5 વર્ષ થી પોતાના વતનથી દૂર સેવા આપતા અધ્યાપકોની બદલીની વિનંતિની દરખાસ્તનો અમલ કરો
  • અધ્યાપકોની એડહોક સેવાને નિયમિત નિમણૂક સાથે સેવા સળંગ કરવાની કાર્યવાહી હાથે ધરો

આ પણ વાંચો: જુનાગઢ: ગિરનાર પર્વત પર થતી ગંદકીની સફાઈ માટે હાઈકોર્ટે કમિશન ટીમની કરી રચના, પ્લાસ્ટિકના ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ

10-15 હજારના વધારા માટે નહીં, હક માટે આંદોલન:મંડળ

લન માત્ર લાભ લઇ લેવા માટે નહીં પરંતુ અન્ય વિદ્યાશાખાના પ્રોફેસરને લાભ મળે છે તો ટેક્નિકલ અધ્યાપકોને કેમ નહીં એ વિચાર સાથે ચાલી રહ્યું છે. સરકારી એન્જીનીયરીંગ કોલેજ અધ્યાપક મંડળના પ્રમુખ ડી એસ પટેલે જણાવ્યું કે આંદોલન માત્ર 10-15 હજાર રૂપિયાના વધારા માટે નહીં પરંતુ હક, ન્યાય, સમાનતા માટેનું આંદોલન છે. સ્ટાર્ટ અપ તૈયાર કરવા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરનાર, એન્જીનીયરીંગ કોલેજોના વિદ્યાર્થીઓને ઊંચા પેકેજની ઇન્ટરનેશનલ ઓફર મળે એ માટે એમને તૈયાર કરનાર અમે છીએ. હીરા તૈયાર કરવાનું કામ અમે કરીએ છીએ અને એ અધ્યાપકની હાલત આવી દયનિય ના હોઈ શકે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">