AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢ: ગિરનાર પર્વત પર થતી ગંદકીની સફાઈ માટે હાઈકોર્ટે કમિશન ટીમની કરી રચના, પ્લાસ્ટિકના ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ

જુનાગઢ: ગિરનાર પર્વત પર થતી ગંદકીની સફાઈ માટે હાઈકોર્ટે કમિશન ટીમની કરી રચના, પ્લાસ્ટિકના ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ

| Updated on: Oct 31, 2023 | 7:15 PM
Share

જુનાગઢ: ગિરનાર પર્વત પર થતી ગંદકીની સફાઈ માટે હવે કમિશન ટીમની રચના કરવામાં આવી છે. હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે કમિશન ટીમની રચના કરી છે. આ ટીમ પર્વત પર થતી ગંદકીની સફાઈ થાય છે કે નહીં તેનુ નિરીક્ષણ કરશે.

જુનાગઢ: ગિરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે સફાઇનો આદેશ આપ્યો છે. પર્વત પર ગંદકીની સફાઇ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે હોઈકોર્ટ કમિશન ટીમની રચના કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ગંદકીને લઇ કોર્ટ કમિશન ટીમે નિરીક્ષણ કર્યું હતું. વહીવટી તંત્ર બરાબર કામગીરી કરી રહી છે કે નહીં તેમજ સફાઇ માટે શું પગલા લીધા સહિતની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ અંગે કલેક્ટરે કહ્યું કે ગંદકી અટકાવા ગિરનારની સીડીઓ પર કચરાપેટી મુકવામાં આવી છે. ગિરનારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં ભવિષ્યમાં ગિરનાર પર પાણીની વ્યવસ્થા થાય તેવા પણ સરકાર પ્રયાસ કરી રહી છે.સાથે જ કલેક્ટરે કહ્યું કે નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કરાશે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: સોમનાથ ટ્રસ્ટની 122મી બેઠક મળી, ‘ટ્રસ્ટના અધ્યક્ષપદે પીએમ મોદીની 5 વર્ષ માટે કરાઈ વરણી

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે

ગિરનારની સુંદરતા વિશે એવુ કહેવાય છે કે એક સમયે સ્વર્ગ પણ ઝાંખુ પડે એવી વાદળો સાથે વાતો કરતા ગિરનારની સુંદરતા છે. ચોમાસાનો અહીંનો નજારો એકદમ રમણીય હોય છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓની બેદરકારીને કારણે ગિરનાર પર ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે. ત્યારે જોવુ રહ્યુ કમિશન ટીમની રચના બાદ ગિરનારની ગંદકી દૂર થાય છે કે કેમ.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 31, 2023 06:43 PM
g clip-path="url(#clip0_868_265)">