AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Train : ગાંધીગ્રામ- બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે “સમર સ્પેશ્યલ ટ્રેન” ચલાવાશે, મુસાફરોની સુવિધામાં થશે વધારો

રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે તારીખ 15 એપ્રિલ થી 30 જૂન સુધી દરરોજ વિશેષ ભાડા પર "સમર સ્પેશ્યલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Special Train : ગાંધીગ્રામ- બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે સમર સ્પેશ્યલ ટ્રેન ચલાવાશે, મુસાફરોની સુવિધામાં થશે વધારો
Darshal Raval
| Edited By: | Updated on: Apr 15, 2023 | 8:07 AM
Share

મુસાફરીને લઈ રેલવે વિભાગ મોટા પ્રમાણમાં આવક મેળવી રહ્યું છે. ત્યારે યાત્રીઓનિ સુવિધા માટે વધુ એક સોપાન રેલ વિભાગે  ઉમેર્યું છે જેમાં  પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે તારીખ 15 એપ્રિલ થી 30 જૂન સુધી દરરોજ વિશેષ ભાડા પર “સમર સ્પેશ્યલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ

ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ગાંધીગ્રામ થી 09.25 વાગ્યે રવાના થશે અને અને તે જ દિવસે 13.15 કલાકે બોટાદ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી 14.05 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 18.05 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરણેજ, લોથલ ભૂરકી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશ્યલ

ટ્રેન નંબર 09213 બોટાદ – ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી સવારે 04.00 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 06.45 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. 09214 ધ્રાંગધ્રા – બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ધ્રાંગધ્રાથી 06.55 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 09.25 વાગ્યે બોટાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચૂડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર રોકાશે.

આ પણ વાંચો : તમિલ સંગમને લઈ મદુરાઇથી વેરાવળ સહિતના રૂટ ઉપર ખાસ ટ્રેન શરૂ થશે

અન્ય સ્પેશ્યલ ટ્રેનો પણ શરૂ

આ સાથે ભારતીય રેલ ઉનાળામાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા જય રહી છે. જેમાં આ રજાઓમાં મહારાષ્ટ્રના મુંબઈ-પુણે જેવા શહેરોમાંથી તેમના વતન ગામ જતાં હોય છે . તેમાંથી સૌથી વધુ લોકો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાય છે. આવી સ્થિતિમાં ટ્રેનોમાં રિઝર્વેશન મેળવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી જ ભારતીય રેલવે દ્વારા દર વર્ષે નિયમિત ટ્રેનો સિવાય કેટલીક વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે. બોલચાલની ભાષામાં આને સમર સ્પેશિયલ ટ્રેનો કહેવામાં આવે છે. આ વખતે પણ 12 એપ્રિલ (બુધવાર) થી ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">