Ahmedabad: લાઉડ સ્પીકર વગાડવા માટે સાઉન્ડ સીસ્ટમ લિમિટર લગાવવું જરુરી, જેના વિના નહીં મળે મંજૂરી
પોલીસ વિભાગે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણના વિવાદમાં થયેલ અરજીમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. જે સોગંદનામાં પ્રમાણે લાઉડ સ્પીકર વેચનારે લાડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તેમ જ લાઉડ સ્પીકર ખરીદનારે તેનો ઉપયોગ કરતા પહેલા લાઇસન્સ લેવાનું પણ રહેશે અને પોલીસ પરવાનગી વગર તેઓ સિસ્ટમનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ વિભાગ મંજૂરી આપશે તો જ લાઉડ સ્પીકર વગાડી શકાશે.

અમદાવાદ સહિત રાજ્યમાં ટ્રાફિક સમસ્યા અને પ્રદૂષણની સમસ્યા મુખ્ય મુદ્દા રહ્યો છે. અને તેની સાથે ધ્વનિ પ્રદૂષણ પણ હવે લોકો અને તંત્ર માટે માથાનો દુખાવો બન્યો છે. કારણ કે દિવસેને દિવસે અમદાવાદ શહેર અને રાજ્યમાં લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ વધી રહી છે. રોડ શો જેવા અન્ય કાર્યક્રમો પણ થતા હોય છે. જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, જેને કંટ્રોલ કરવો જરૂરી છે. કારણ કે તે ધ્વનિ પ્રદૂષણ થી લોકોને સીધી અસર પડી રહી છે.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video
બસ આ જ બાબતનો ઉપાય પોલીસ વિભાગે શોધી લીધો છે. જ્યાં પોલીસ વિભાગે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણના વિવાદમાં થયેલ અરજીમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. જે સોગંદનામાં પ્રમાણે લાઉડ સ્પીકર વેચનારે લાડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તેમ જ લાઉડ સ્પીકર ખરીદનારે તેનો ઉપયોગ કરતા પહેલા લાઇસન્સ લેવાનું પણ રહેશે અને પોલીસ પરવાનગી વગર તેઓ સિસ્ટમનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ વિભાગ મંજૂરી આપશે તો જ લાઉડ સ્પીકર વગાડી શકાશે.
જાણો, શું છે સાઉન્ડ લિમિટર
પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોગંદનામામાં ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરવાનું જણાવ્યું છે. સાઉન્ડ સિસ્ટમના વેપારીઓના મુજબ સાઉન્ડ સિસ્ટમ ક્રોસ ઓવર જેવા મશીનો કે જે મિક્સર સાથે લાઉડ સ્પીકર વચ્ચે જોઈન્ટ કરીને ઉપયોગ કરાતુ એક મહત્વનુ યંત્ર છે. જે એવા મશીનોનો ઉપયોગ કરીને સાઉન્ડને લિમિટમાં વગાડી શકાશે. જેને સાઉન્ડ લિમિટર તરીકે ઓળખવામાં આવે છે.
આ ક્રોસ ઓવર મશીન એનાલોગ અને ડિજિટલ એમ બે પ્રકારના આવે છે. જેમાં એનાલોગ મશીનમાં સાઉન્ડ લિમિટ કરવું થોડુંક અઘરું છે, પરંતુ ડિજિટલ ક્રોસ ઓવર મશીનમાં સાઉન્ડ લિમિટ નો ઓપ્શન હોવાથી અને તેમાં ચિપ ઇન્સ્ટોલ કરીને સાઉન્ડ લિમિટ કરી શકાય છે. જે અંગે હાલ ડેવલપમેન્ટ ચાલી રહ્યા હોવાનું સાઉન્ડ સિસ્ટમ ધારકે નિવેદન આપ્યું. અને તે સફળ રહેશે તો નવરાત્રી હોય કે અન્ય તહેવાર કે એવા સ્થળ કે જ્યાં ધ્વનિ પ્રદુષણ કરવું મનાઈ છે ત્યાં ધ્વનિ પ્રદુષણ અટકાવી શકશે.
ધ્વનિ નિયંત્રણ કરવા ઉપયોગમાં લેવાય છે
વેપારીની વાત માની તો હાલમાં સામાન્ય રીતે જે રોડ શો થાય અને તેમાં જે લાઉડ સ્પીકર વાગતા હોય છે તેમાં સાઉન્ડ કંટ્રોલ કરવા કોઈ સાધન હોતા નથી. જેના કારણે તેમાં 100 થી 120 db પર સાઉન્ડ વાગતો હોય છે, જે ધ્વનિ પ્રદૂષણ કરતું હોય છે. જેને રોકવા માટે રોડ શોમાં વપરાતા સાઉન્ડ સિસ્ટમના વાહનોમાં લાઉડ સ્પીકર અને મીક્સર વચ્ચે ક્રોસ ઓવર મશીન લગાવીને તેને કંટ્રોલ કરી 70 થી 80 db સુધી અવાજ લઈ શકાશે જેથી ધ્વનિ પ્રદૂષણ ન થાય.
ઉલ્લેખનીય છે કે મોટા અને મોંઘા સાધનોમાં સાઉન્ડ ને કંટ્રોલ કરવાની સિસ્ટમ હોય છે. જોકે રોડ શો ના સાધનોમાં આ સિસ્ટમ જોવા મળતી નથી હોતી તેવી ચર્ચા છે. માટે તેના પર પહેલા કંટ્રોલ લાવવા સાઉન્ડ લિમિટર નો ઉપયોગ કરવા પર પોલીસે પ્રાવધાન્ય આપ્યું છે. અને તે નિયમ નહીં પાડનાર સામે પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરવા પણ તૈયારી દર્શાવી છે.
સાઉન્ડ પ્રેસર લિમિટેશન મશીન મહત્વનુ
બજારમાં spl એટલે કે સાઉન્ડ પ્રેસર લિમિટેશન મશીન મળે છે. જેનો ઉપયોગ કરી કેટલા પ્રમાણમાં અવાજ વાગી રહ્યો છે તે જાણી શકાય છે. બાદમાં અવાજ ઓછો કરી ધ્વનિ પ્રદુષણ અટકાવી શકાય છે. જે મશીન નો ઉપયોગ સ્પીકર થી એક મીટર દૂર અને રોડ શો હોય તો 100 ફૂટ દૂર અંતરથી માપી અંદાજ લગાવાય છે.
બજારમાં ક્રોસ ઓવર અને spl સહિત અનેક એવા મશીનો મળે છે કે જેનાથી સાઉન્ડને કંટ્રોલ કરી ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકાય. જો કે તેમાંથી ઓથેન્ટિક મશીન હાલ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. જે મશીન ડેવલપ કરાયા બાદ તેનો લોકો ઉપયોગ કરતા જોવા મળશે જેનાથી ધ્વનિ પ્રદૂષણ અટકશે. પરંતુ ત્યાં સુધી આ ધ્વનિ પ્રદૂષણ લોકોએ સહન કરવું પડશે.