AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સોશિયલ મીડિયા અને દુષ્કર્મઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર આચર્યું દુષ્કર્મ

6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં અમદાવાદની સગીરા સાથે મિત્રતા કરી અને પ્રેમજાળમાં ફસાવી અને છેલ્લા 3 માસથી દર અઠવાડિયે સગીરાને મળવા આવતો અને દુષ્કર્મ આચરતો હતો.

Ahmedabad: સોશિયલ મીડિયા અને દુષ્કર્મઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર આચર્યું દુષ્કર્મ
Police arrest the accused
Mihir Soni
| Edited By: | Updated on: Jun 21, 2022 | 4:47 PM
Share

પોલીસ (Police) ને અમદાવાદ (Ahmedabad) ના નરોડા વિસ્તારમાંથી રસ્તે રઝળતી મળેલી સગીરા સાથે પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. સરદારનગર પોલીસે સગીરાની પુછપરછ કરી દુષ્કર્મ અંગેની જાણકારી મેળવી બનાસકાંઠા (Banaskantha) ના આરોપીની ધરપકડ કરી હતી. ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કરીને યુવકે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવક માત્ર ચાર ધોરણ ભણેલો છે અને બનાસકાંઠામાં પોતાના ગામમાં ખેતીકામ કરે છે. તે દર રવિવારે બનાસકાંઠાથી અમદાવાદ આવતો હતો અને સગીરાને પ્રેમના નામે અલગ અલગ હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. પોલીસે સગીરાના માતાપિતાનો સંપર્ક કરીને તેને સગીરાનો કબજો સોંપ્યો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આયુષ માજીરાણા પર સગીરા સાથે દુષ્કર્મનો આરોપ છે. 6 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામમાં અમદાવાદની સગીરા સાથે મિત્રતા કરી અને પ્રેમજાળમાં ફસાવી અને છેલ્લા 3 માસથી દર અઠવાડિયે સગીરાને મળવા આવતો અને દુષ્કર્મ આચરતો હતો. સગીરાને સતત મોબાઈલમાં વ્યસ્ત જોતા. માતા પિતાએ મોબાઈલ લઈ લીધો. જેથી મનમાં લાગી આવતા સગીરા ઘરેથી નીકળી ગઈ અને નરોડા વિસ્તારમાં પહોંચી ગઈ. 18 જૂનના રોજ રાત્રે દોઢ થી બે વાગ્યે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ સગીરા રસ્તે રઝળતી મળી આવી હતી. સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલતા સગીરા ગર્ભવતી હોવાનું જાણવા મળતા સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે સગીરના માતા પિતાની શોધખોળ કરીને દુસ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી આયુષ માજીરાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે અને ખેતીવાડી કરે છે. એક મિત્રના ઇન્સ્ટાગ્રામ દ્વારા આરોપીએ સગીરા સાથે મિત્રતા કરી હતી અને દર રવિવારે બનાસકાંઠાથી અમદાવાદ આવતો હતો અને સગીરાને જુદી જુદી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો. સોસીયલ મીડિયામાં પ્રેમના નામે દુષ્કર્મ આચરતા આરોપીની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

સગીરાના ગર્ભવતી છે કે નહીં તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટના રિપોર્ટને લઈને તપાસ શરૂ કરી છે. હાલમાં સગીરાને તેના માતા પિતાને સોંપવામાં આવી છે. જ્યારે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોબાઇલના ઉપયોગથી સગીરાને ફસાવી તેની સાથે અઘટીત બનાવ બનવાની આ ઘટના માતાપિતા માટે આંખ ખોલતા કિસ્સા સમાન છે.

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">