Ahmedabad: બેન્કના સિક્યુરિટી ગાર્ડ અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી બાદ ગાર્ડે ફાયરિંગ કરતાં થઈ જોવા જેવી

એરપોર્ટ પોલીસ મથકનાં જ એક કર્મચારી આજે તેમને રજા હોવાથી પોતાના અંગત કામ માટે તેની બાળકી સાથે બેંકમાં ગયા હતા. બાળકી સિક્યુરિટી ગાર્ડની ખુરશી પર બેઠી હતી જે બાબતે સિક્યુરિટી અને રાજેન્દ્રસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Ahmedabad: બેન્કના સિક્યુરિટી ગાર્ડ અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી બાદ ગાર્ડે ફાયરિંગ કરતાં થઈ જોવા જેવી
SBI Sardarnagar Branch
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 20, 2022 | 6:41 PM

બેંક (Bank) માં કામકાજ માટે આવેલા પોલીસકર્મી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સિક્યુરિટી ગાર્ડ ફાયરિંગ (Firing) કર્યું જેમાં બેંકમાં કામ કરતી યુવતીને ઇજા પહોંચી હતી. આમ તો સામાન્ય તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ બેન્કની અંદર સિક્યુરિટી ગાર્ડ અને એક પોલીસકર્મી વચ્ચે થયેલી નજીવી બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો કિસ્સો અમદાવાદ (Ahmedabad)  સામે આવ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી એસ.બી.આઇ બેંકમાં ગ્રાહક અને સિક્યુરિટી વચ્ચે સામાન્ય વાતમાં બોલાચાલી થઇ હતી જે બાદમાં સિક્યુરિટી દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં બેંકમાં જ કામ કરતી એક યુવતીને ઇજા પહોંચી હતી જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પોલીસ મથકનાં જ એક કર્મચારી આજે તેમને રજા હોવાથી પોતાના અંગત કામ માટે તેની બાળકી સાથે બેંકમાં ગયા હતા. બાળકી સિક્યુરિટી ગાર્ડની ખુરશી પર બેઠી હતી જે બાબતે સિક્યુરિટી અને રાજેન્દ્રસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બેંકમાં કામ કરતી એક યુવતીને ઇજા પહોંચી હતી. હાલતો એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બેન્કનાં અન્ય કર્મચારીઓ તેમજ અધિકારીની પણ પૂછપરછ હાથ ધરાઇ છે. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. પોલીસે ફાયરિંગ કરનાર સિક્યુરિટી ગાર્ડ ની અટકાયત કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મહત્વનું છે કે જે રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા બેન્કની અંદર જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સામાન્ય લોકો પણ ત્યાં હાજર હતા અને બેંકના સ્ટાફ પણ હાજર હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે સિક્યુરિટી ગાર્ડનું આ રીતે ફાયરિંગ કરવું કેટલું યોગ્ય છે તો બીજી તરફ એ પણ જાણવું જરૂરી છે કે એવું તો શું કારણ બન્યું કે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવાની ફરજ પડી. જો કે આ તમામ પ્રશ્નોના જવાબ હવે પોલીસની તપાસમાં જ બહાર આવશે પરંતુ અત્યારની પરિસ્થિતિ મુજબ સિક્યુરિટી ગાર્ડ દ્વારા થયેલા ફાયરીંગ થી એક યુવતીને ઇજા પહોંચી છે. જો ફાયરિંગમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું હોત અથવા તો કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ એ પણ સૌથી સળગતો સવાલ ઊભો થઈ રહ્યો છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">