AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

વારંવાર થતી આ ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે જો ભૂવા પડે પહેલા બેરીકેટિંગ કરાયુ હોત તો આ ઘટના બની ન હોત.

અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
Darshal Raval
| Edited By: | Updated on: Jul 10, 2023 | 2:55 PM
Share

Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) શરુઆત સાથે જ ભૂવા (Sink hole) પડવાની સમસ્યાઓનો સીલસીલો પણ શરુ થઇ ગયો છે. આ ભૂવામાં વાહનચાલકો અને રાહદારીઓ ખાબકી જતા હોય છે. વારંવાર થતી આ ઘટનાને લઈને તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે જો ભૂવા પડે પહેલા બેરીકેટિંગ કરાયુ હોત તો આ ઘટના બની ન હોત.

આ પણ વાંચો- Surat : વેસુ વિસ્તારમાં યુવકનું રહસ્યમય મોત, નવનિર્મિત બિલ્ડીંગની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ

જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે થોડા દિવસ પહેલા ભૂવો પડ્યો હતો. જ્યાં 7 જુલાઈએ વરસાદને લઈને ભૂવા અને રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ભૂવા પાસે બેરીકેટિંગ નહિ હોવાના કારણે એક રહીશને ત્યાં ભૂવો છે તે ખ્યાલ ન રહ્યો. જે પછી તે ત્યાંથી પસાર થાય છે ત્યારે ભૂવામાં ગરકાવ થઇ જાય છે. જોકે સદનસીબે તે સમયે આસપાસ લોકો હોવાના કારણે તે વ્યક્તિને બચાવી લેવાયો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

શહેરમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત

શહેરમાં ભૂવા પડવાની ઘટનાએ અડધી સદી વટાવી છે. એટલે કે શહેરમાં 50 થી પણ વધુ ભૂવા પડી ચુક્યા છે. ત્યારે કાલુપુર વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર બ્રિજ જતા રસ્તા પર ગુલઝાર હોટેલ પાસે ભૂવો પડતા સ્થાનિકો પરેશાન છે.

જે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો મુખ્ય માર્ગ પર ભૂવો પડવાના કારણે વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ છે. એટલું જ નહીં પણ અગાઉ તેજ સ્થળ પર રથયાત્રા પહેલા ભૂવો પડ્યો હતો અને બાદમાં તે જ સ્થળે ભૂવો પડતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તો ગત વર્ષે પણ તે જ સ્થળ પર ભૂવો પડયાના સ્થાનિકના આક્ષેપ છે.

તાજેતરમાં પડેલા ભૂવોના અલગ અલગ દિવસના CCTV પણ સામે આવ્યા છે. 30 જૂને રાત્રે નાનો ભૂવો પડ્યો હતો. બાદમાં 1 જુલાઈએ તેની પાસે અન્ય ખાડો પડ્યો અને બાદમાં 6 જુલાઈએ નાનો ભૂવો મોટો વિશાળ બન્યો.

આ ભૂવો પડવાના કારણે વેપાર ધંધા પર અસર પડી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. તો સ્થાનિકે તંત્રને આ અંગે ફરિયાદ અને રજુઆત કરવા છતાં યોગ્ય કામગીરી નહિ થતી હોવા તેમજ ધીમી ગતિએ કામ થતું હોવાના પણ સ્થાનિકે આક્ષેપ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે 10 દિવસ પહેલા પડેલો નાનો ભૂવો મોટો બન્યો પણ માત્ર બેરીકેટિંગ મુકાયા છે. કોઇ નકકર કામગીરી કરાઈ નથી.

તો તરફ શહેરના દરિયાપુર દરવાજા બહાર મસ મોટો ભૂવો પડ્યો છે. જ્યાં કોર્પોરેશન દ્વારા બેરિકેટ મારીને સમારકામ શરૂ કરાયું છે. અને તે જ સ્થળ પર ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો. આ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન છે. તો ભૂવા પડવાના કારણે ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">