ઝેરી દારુકાંડ: AMOS કંપનીના માલિક સમીર પટેલ હવે હાઇકોર્ટના શરણે, કહ્યુ, ‘કંપનીમાંથી ચોરાયેલા કેમિકલની મને કોઇ જાણ નહીં’

પોલીસે અમદાવાદની (Ahmedabad) AMOS કંપનીના 4 સંચાલકો સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતા પોલીસ સ્ટેશન હાજર રહેવા જણાવ્યુ હતુ. જો કે સમીર પટેલ (Sameer Patel) સહિત ચારેય ડાયરેક્ટર પોલીસ સ્ટેશન હાજર થયા ન હતા.

ઝેરી દારુકાંડ: AMOS કંપનીના માલિક સમીર પટેલ હવે હાઇકોર્ટના શરણે, કહ્યુ, 'કંપનીમાંથી ચોરાયેલા કેમિકલની મને કોઇ જાણ નહીં'
AMOS કંપનીના માલિક સમીર પટેલે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 10:03 AM

બરવાળા ઝેરી કેમિકલ કાંડમાં અમદાવાદની AMOS કંપની પર પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે અમદાવાદની (Ahmedabad) AMOS કંપનીના 4 સંચાલકો સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. બોટાદ ઝેરી દારુકાંડમાં AMOS કંપનીના માલિક સમીર પટેલની (Samir patel) શંકાસ્પદ ભૂમિકા સામે આવેલી છે. ત્યારે ધરપકડથી બચવા AMOS કંપનીના માલિક સમીર પટેલ હવે હાઇકોર્ટની (High Court) શરણે પહોંચ્યા છે. સમીર પટેલે હાઇકોર્ટમાં (High Court) આગોતરા જામીન માગ્યા છે. સમીર પટેલે હાઇકોર્ટમાં રજુઆત કરી છે કે કંપનીમાંથી ચોરાયેલ કેમિકલ અંગે મને કોઇ જ જાણ નથી.

આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી

બરવાળા ઝેરી કેમિકલ કાંડમાં પોલીસે AMOS કંપનીના 4 સંચાલકો સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતા પોલીસ સ્ટેશન હાજર રહેવા જણાવ્યુ હતુ. જો કે સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટર પોલીસ સ્ટેશન હાજર થયા ન હતા. ધરપકડથી બચવા AMOS કંપનીના માલિક સમીર પટેલ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સમીર પટેલે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. સમીર પટેલે હાઇકોર્ટમાં રજુઆત કરી છે કે કંપનીમાંથી ચોરાયેલ કેમિકલ અંગે મને કોઇ જ જાણ નથી. સાથે જ સમીર પટેલનો લૂલો બચાવ કરતા કહ્યું છે કે હું પ્રતિષ્ઠિત વ્યક્તિ છું. જો કે આ જામીન અરજી પર હાઇકોર્ટમાં 2 દિવસ બાદ સુનાવણી હાથ ધરાશે. ટિસ

AMOSના ડાયરેક્ટર વિરુદ્ધ નોટિસ

મિથાઈલ આલ્કોહોલ કાંડ માટે પોલીસે ઉદ્યોગપતિ અને AMOS કંપનીના મેનેજીંગ સમીર પટેલ તથા તેમની કંપનીના ત્રણ ડાયરેક્ટર પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજીત ચોક્સીને લુક આઉટ નોટિસ ફટકારી છે. દેશ છોડીને ભાગી ન જાય તે હેતુથી લુકઆઉટ નોટિસ જાહેર કરી કાર્યવાહી આરંભી છે અને દેશના તમામ એરપોર્ટ પર આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. તો બરવાળા પોલીસ સ્ટેશનમાં સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટરોને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. પરંતુ સમીર પટેલ ચારેય ડાયરેક્ટરો સાથે ઉપસ્થિત રહ્યા ન હતા. કાર્યવાહીથી બચવા આ મહાનુભાવો આગોતરા જામીન ન મળે ત્યાં સુધી દેશ છોડી ભાગી શકે છે, કે પછી ગુપ્ત સ્થળે છુપાઈ શકે તેવી પોલીસને શંકા છે. પરિણામે અગમચેતીના ભાગરૂપે એક તરફ લુકઆઉટ નોટિસ જાહેર કરેલી છે. સવારથી જ ચારેય ડાયરેક્ટરના ઘરોમાં સર્ચ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મહત્વનું છે કે, અમદાવાદમાં AMOS કંપનીના માલિક સમીર પટેલનાઘર અને ઓફિસ પર પોલીસની (botad police) 10 ટીમો ત્રાટકી છે. વહેલી સવારથી જ સમીર પટેલ સહિતના ડિરેક્ટરના ઘરે સર્ચ કરાયું હતું. જો કે સમીર પટેલ ઘરે ન મળી આવતા પોલીસે પરિવારની પૂછપરછ સમન્સ પાઠવ્યું હતુ. તો ડારેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર થઇ જતા તેના ઘર બહાર નોટિસ લગાવવામાં આવી હતી. તો ડારેકટર પંકજ પટેલ અને ચંદુ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">