ગુજરાતના અનેક વિસ્તારમાં ભરઉનાળે છવાયો વરસાદી માહોલ, અમદાવાદ, હિંમતનગર,જેતપુર, જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે મેઘ મહેર
weather News : ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગે કરેલી આગાહી અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠાના હિંમતનગર, રાજકોટના જેતપુર અને ગોંડલ, જુનાગઢ સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. જે મુજબ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો- Ahmedabad: શહેર કેટલાક વિસ્તારોમાં માવઠા, ભરઉનાળે વીજળીના ચમકારા સાથે ચોમાસાનો માહોલ, જુઓ Photos
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ ખાબક્યો છે. ભરઉનાળે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. નરોડા, કૃષ્ણનગર, કાલુપુર, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. IIM રોડ, શ્યામલ, જીવરાજપાર્ક, વેજલપુર, સેટેલાઈટ,જોધપુરમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે.
રાજકોટમાં વરસાદી માહોલ
રાજકોટમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. વહેલી સવારે જસદણ, આટકોટ, શિવરાજપુર, લીલાપુર, કોઠી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે જસદણના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઇ છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલના પાકને નુક્સાન થવાની ભીતિ છે.
તો રાજકોટના જેતપુરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. જો કે ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. જેતપુરના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઇ છે.
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો
જૂનાગઢ શહેરમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ વરસ્યો છે. માંગરોળમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ખેડૂતોને કેસર કેરી અને તલના પાકમાં નુકસાનની ભીતી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડીરાતથી હિંમતનગર, આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગરના મહાવીરનગર, કાંકણોલમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગે કરી છે વરસાદના આગાહી
હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી 5 દિવસ માવઠુ થવાની શકયતા છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે. પહેલી મે થી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે તેવી શક્યતા છે. વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…